જસદણના જીવાપરમાં અનૈતિક સંબંધની શંકાએ વાડી માલિક અને મહિલા નૅ મારપીટ કરનાર 27 પરપ્રાંતિયો સામે ગુનો નોંધાયૉ 15ની ધરપકડ
- જસદણના આટકોટ નજીકના જીવાપર ગામૅ ગત તા 13 ફેબ્રુઆરીના રોજ બનેલી હિંસક મારપિટની ઘટનામાં આટકોટ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વાડી માલિક અને એક મહિલા પર હુમલો કરવાના મામલે આટકોટ પોલીસે કુલ 27 પરપ્રાંતીય શખ્સ સામે ગુનો દાખલ કરી અત્યાર સુધીમાં 15 આરોપીઓની અટકાયત કરી છે. જીવાપર ગામની સીમમાં આવેલી વાડીમાં પરપ્રાંતીય મજૂરો દ્વારા વાડી માલિક સાથે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં મજૂરોનું ટોળું વાડી માલિકને ઢોર માર મારતું અને એક મહિલા સાથે પણ હિંસા કરતું જોવા મળ્યું હતું. આ વીડિયો વહેતો થતા સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઈ હતી અને આરોપીઓને ઝડપી લેવા પોલીસ પણ સક્રિય બની
હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આટકોટ પોલીસે તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે મુખ્ય આરોપીઓ સહિતના ટોળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આટકોટ પોલીસે રાકેશના ભાઈ ચતુર, મુકેશ, ગણો, રાકેશના મોટા ભાઈ, તેમના
પત્ની, રાકેશની માતા તથા અન્ય 20 અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઈ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 15 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. બાકીના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ આદરી છે.
જસદણના આટકોટ નજીકના જીવાપર ગામૅ ગત તા 13 ફેબ્રુઆરીના રોજ બનેલી હિંસક મારપિટની ઘટનામાં આટકોટ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વાડી માલિક અને એક મહિલા પર હુમલો કરવાના મામલે આટકોટ પોલીસે કુલ 27 પરપ્રાંતીય શખ્સ સામે ગુનો દાખલ કરી અત્યાર સુધીમાં 15 આરોપીઓની અટકાયત કરી છે. જીવાપર ગામની સીમમાં આવેલી વાડીમાં પરપ્રાંતીય મજૂરો દ્વારા વાડી માલિક સાથે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં મજૂરોનું ટોળું વાડી માલિકને ઢોર માર મારતું અને એક મહિલા સાથે પણ હિંસા કરતું જોવા મળ્યું હતું. આ વીડિયો વહેતો થતા સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઈ હતી અને આરોપીઓને ઝડપી લેવા પોલીસ પણ સક્રિય બની