રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે અવસર પ્રોજેક્ટ અંતર્ગત ફાળવાયેલા સખી સ્વદેશી માર્ટનું ઉદ્ઘાટન કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
મંડાલા આર્ટ, પટારી વર્ક અને પટોળા યાત્રિકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા સ્ટોલધારક બહેનોએ પ્રથમ દિવસે જ રૂ. ૫૩ હજારની કમાણી કરી
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ‘અવસર’ (AVSAR - Airport as Venue for Skilled Artisans of the Region) પ્રોજેક્ટ અંતર્ગત સ્વસહાય જૂથોને ફાળવવામાં આવેલા ‘સખી સ્વદેશી માર્ટ’નું રિબિન કાપીને વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી
એ સ્ટોલ પર પ્રદર્શિત કલાત્મક વસ્તુઓ નિહાળી સખી મંડળની બહેનોની કલા-કૌશલ્યને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ સ્ટોલ થકી ‘હર ઘર સ્વદેશી’ના મંત્ર અને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં સખી મંડળની બહેનો મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તેમણે બહેનોને ઉજ્જવળ પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
નોંધનીય છે કે, ‘સખી સ્વદેશી માર્ટ’માં રાજકોટ તાલુકાના બેડી ગામના ‘રવિ-રાંદલ મિશન મંગલમ્’ જૂથની મંડાલા આર્ટ, જસદણ તાલુકાના પારેવાડા ગામના ‘શિવ મિશન મંગલમ્’ જૂથનું પટારી વર્ક અને કોટડાસાંગાણીના ‘રચના મિશન મંગલમ્’ જૂથના પટોળાની બનાવટોનું વેચાણ થઈ રહ્યું છે. આ માર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા સ્ટોલધારક બહેનોએ પ્રથમ દિવસે જ રૂ. ૫૩ હજારની કમાણી કરી હતી.
આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણી, ડિસ્ટ્રિક્ટ લાઇવલીહુડ મેનેજર વી. બી. બસીયા, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર શ
દિવ્યેશભાઈ મનવર સહિત ડી.આર.ડી.એ.નો સ્ટાફ અને સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.