વીંછિયામાં જાહેરમાં જુગાર રમતા, છ પત્તાપ્રેમીઓ ઝડપાયા પોલીસે રૂ.૧.૦૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
વિંછીયા પોલીસે જુના માર્કેટયાર્ડ પાસે જાહેરમાં જુગાર રમતા છ શખસોનૅ ઝડપી લઈ રૂ.૧,૦૯,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો છ જેટલા પત્તા પ્રેમીઓ જાહેરમાં જુગાર રમતા હૉવાની જાણ થતા વિંછીયા પોલીસ મથકના સ્ટાફે જુના શાકમાર્કેટ પાસે દરૉડૉ પાડી જાહેરમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતાં. જેમાં જયદિપ બહાદુરભાઇ બોરીચા, લાલજી ગટુરભાઈ રાજપરા, યોગેન્દ્રસિંહ ગોહિલ, વિજય મનુભાઇ પાટડીયા, કરણ ધીરૂભાઇ બારૈયા અને પારસ રમેશભાઈ રોજાસરાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂા. ૧૩,૫૦૦ અને છ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧,૦૯,૫૦૦ નો મુદામાલ કબજે કરી આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.