error: This Content is protected !!

વિંછીયામાં વેપારી અને તેના પિતાને ભત્રીજીના પૂર્વ પ્રેમીએ મારી નાખવાની ધમકી આપી

ભત્રીજી પરિવાર સાથે ચાલી જતાં આરોપીને પસંદ ન પડ્યું, ઘરે જઈને પણ ધમકાવ્યા ગુનો નોંધાયો

 

વિંછીયામાં વેપારી પ્રૌઢને ગામમાં જ રહેતા શખ્સે ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના ઘરે જઈ વેપારીના પિતાને પણ ધમકી આપી હતી. આરોપી વેપારીની ભત્રીજીને અગાઉ ભગાડી ગયો હોય હાલ આ દીકરી કાકાના પરિવાર સાથે રહેતી હોય જે આરોપીને પસંદ ન હોવાથી ધમકી આપી હતી.

બનાવ અંગે વિંછીયામાં સત્યજીત સોસાયટીમાં રહેતા વેપારી રાજેશભાઈ મનહરભાઈ શાહ(ઉ.વ.૫૦) એ નોંધાવેલ

ફરિયાદમાં આરોપી તરીકે સાગર નટુ વાલાણીનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈ તા.૫ ના તે વિંછીયા મેઇન બજારે આવેલી પોતાની દુકાને હતા ત્યારે સાગર વાલાણીનો ફોન આવ્યો હતો અને ધમકી આપી હતી કે, હેતવીનો કબ્જો મને પાછો સોપી દો, નહીંતર હું તમને જોઈ લઈશ, તેમ કહી ગાળો આપી હતી. ત્યારબાદ ઘરે આવી ફરિયાદીના પિતા મનહરભાઈને પણ મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આ સાગર અવારનવાર ફોન કરી ધમકી આપતો હોય અંતે આ ફરિયાદ નોંધાવી હતી

ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલા વેપારીના ભાઈ જયેશભાઈની દીકરી હેતવીને સાગર ભગાડી ગયો હતો જે અંગે પોલીસ સ્ટેશનમાં ગુમસુધા નોંધ કરાવી હતી. બાદમાં દીકરી પરત આવી ગઈ હતી અને ફરિયાદીના પરિવાર સાથે રહેવા તૈયાર થઈ ગઈ હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, સાગર પોતે પરિણીત જ છે અને તને બાળક પણ છે. બાદમાં હેતવી કાકા સાથે રહેતી હોય જે વાત સાગરને પસંદ ન પડતા આ વાતનો ખાર રાખી ધમકી આપી હતી.