વિંછીયાના ખડકાણા ગામની સીમમાંથી સવા લાખના ૪૯૨ કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયરની તસ્કરી
સૂર્યા પાવર ઇન્ફ્રાની સાઈટ પર તસ્કરો ત્રાટક્યા ઇલેક્ટ્રિક પોલ ઉભા કરવાના કામનો ૪૯૨ કિલોગ્રામ વાયર ઉછૅડી ગયા ગુનો નોંધાયો
વિંછીયા તાલુકાના ખડકાણા ગામની સીમમાં સૂર્યા પાવર ઇન્ફ્રા પ્રા.લિ. દ્વારા ઇલેક્ટ્રિક પોલ ઉભા કરવાના કામ પરથી તસ્કર રૂ. ૧.૨૫ લાખની કિંમતનો ૪૯૨ કિલોગ્રામ વજનના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરી તસ્કર ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે વિંછીયા પોલિસ મથકમાં ગુનો નોંધાયો ઘટ હતો બનાવ અંગે મૂળ રાજકોટના સર ગામના વતની અને હાલ જસદણના કડુકા ખાતે રહેતા ૩૦ વર્ષીય કન્સટ્રકશનના ધંધાર્થી કમલેશભાઈ મોહનભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા છ મહિનાથી જસદણ -વિંછીયા વિસ્તારમાં સુર્યાન્સ પાવર ઈન્ફ્રા પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ઇલેકટ્રીક પોલ ઉભા કરવાનું કામ કરે છે. છેલ્લા પંદરેક દિવસ. પહેલા કંપનીનુ કામ ખાડકાણા ગામની સીમમા પૃથ્વીભાઈ રોહડીયા (રહે. ખડકાણા) ની વાડીમાં ૬૬ કે.વી.ઈલેકટ્રીક પોલ પર તાર બાંધવાનુ ચાલુ હતુ. હોળી-ધુળેટીનો તહેવાર આવતો હોય જેથી મજુરો તેમના વતન જતા રહેતાં છેલ્લા પંદર દિવસથી કામ બંધ છે. જેમાં એક પોલ પર ઇલેક્ટ્રીક તાર બાધેલા હતા અને બીજા પોલ પર તાર બાંવાના બાકી હતા. ગઈ તા. ૦૭ ના સાંજના આશરે કામ ચાલું હતું ત્યાં ગયેલ તો એક પોલ પર તાર બાંધેલા હતા. એલ્યુમિનિયમ તારના ત્રણ છેડા સપોર્ટ માટે બીજા પોલની નીચે બાંધેલ હતા. બીજા દિવસે શેઠ જયદેવભાઈ ગોહીલ (રહે.સર ગામ) નો ફોન આવેલ કે, પ્રુથીભાઈ રોહડીયાની વાડીમાં કામ ચાલુ હતુ તે તાર જમીન પર હતા, તે કોઈ ચોરી કરી લઇ ગયેલ છે. જેથી તાત્કાલિક ત્યાં દોડી ગયેલ અને જોતા જમીન પર રહેલ એલ્યુમિનિયમના ત્રણ તાર મળી આવ્યા ન હતા. આજુબાજુમા તપાસ કરતા એલ્યુમિનિયમના ત્રણ તારની આશરે લંબાઈ ૬૦૦ મીટર જેટલી જેનો વજન આશરે ૪૯૨ કીલોગ્રામ જેટલો હોય જેની આશરે કિંમત રૂ. ૧.૨૫ લાખનો વાયર નહિ મળી આવતા ચોરી થઇ ગયાની જાણ થઇ હતી. બનાવ અંગે વિંછીયા પોલીસે ગુનો નોંધી રૂ. ૧.૨૫ લાખના એલ્યુમિનિયમ વાયર ચોરી જનાર તસ્કરની શોધખોળ શરૂ કરી છે.