error: This Content is protected !!

જસદણ પાલિકા આયૉજીત વોકલ ફોર લોકલ સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ મેળાનૅ આજૅ બપોરે બે કલાકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ખુલ્લો મુકશે

પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ભાજપ પ્રમુખ વિજય રાઠોડ ચીફ ઓફિસર મેહુલ જોધપુરા તથા પાલિકાના સદસ્યો સંગઠનના હોદ્દેદારો હર ઘર સ્વદેશીના મંત્ર સાથે આજૅ તા, 8,થી,17, સુધી દસ દિવસ સ્વદેશી મેળાનૉ લોકોને લાભ મળશે

 

જસદણ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025-26ની ઉજવણીના ભાગરૂપે તંત્ર દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે આજૅ તા.08 ને રવિવાર ના રોજ બપોરે 2 કલાકે ફાયર સ્ટેશન સામે સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નો શુભારંભ કરવામાં આવશે. આજે તારીખ 7 થી આવતી, તા 17 સુધી 10 દિવસ ચાલશે આ સ્વદેશી મેળામાં સ્થાનિક ઉત્પાદકો દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓના કુલ 50 જેટલા વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા છે. જસદણના રહેવાસીઓને એક જ સ્થળેથી શુદ્ધ અને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવાનો લ્હાવો મળશે, જેનાથી સીધો ફાયદો સ્થાનિક નાના વેપારીઓ અને ઉત્પાદકોને થશે. આ સ્વદેશી મેળાનું જસદણ વિછીયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉદ્ઘાટન કરી અને ખુલ્લો મુકશે આતકે જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ઉપપ્રમુખ હિતેશભાઈ થડેશ્વર કારોબારી ચેરમેન કાજલબેન પ્રવીણભાઈ ધોડકિયા ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ સહિત સંગઠન પાલિકાની ટીમ તથા વહી વટી તંત્ર દ્વારા શહેર અને પંથકની જાહેર જનતાને આ સ્વદેશી મેળામાં સહભાગી થઈ સ્થાનિક કલા-કારીગરીને પ્રોત્સાહન આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.