જસદણની મૅઇન બજારમાં ટ્રાફિકને નડતરરૂપ વાહનોનું હવૅ આવી બન્યું આડેધડ વાહન પાર્ક કરનારા સામે પોલીસની લાલ આંખ લોક કરી દંડનો કોરડો વિંજીતા ફફડાટ
જસદણ ની મેઈન બજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. રસ્તામાં અડચણરૂપ બનતા અને ગેરકાયદે પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે પોલીસે સખત વલણ અપનાવતા ફફડાટ વ્યાપી ગયો હતો જસદણની મેઇન બજારમાં માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ પોલીસ એક્શન મોડમાં આવી છે મેઈન બજારની ગલીઓમાં પુણે ખાચકે તપાસ કરી નિયમ વિરુદ્ધ ઉભા રહેલા વાહનોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અનેક વાહનોને લોક મારી દેવામાં આવ્યા હતા અને વાહનચાલકોને બોલાવીને સ્થળ પર જ દંડાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. બજારમાં ખરીદી કરવા આવતા રાહદારીઓ અને ગ્રાહકો માટે રસ્તો મોકળો કરવામાં આવ્યો હતો.મેઈન બજારના વેપારી એસોસિએશને પોલીસની આ કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. વેપારીઓનું માનવું છે કે આ પ્રકારની કડક કાર્યવાહી સતત ચાલુ રહેવી જોઈએ જેથી ગેરશિસ્ત અને ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.પોલીસ દ્વારા માત્ર દંડ જ નહીં, પરંતુ વાહનચાલકોને સમજણ પણ આપવામાં આવી હતી કે પોતાના વાહનો નિર્ધારિત પાર્કિંગમાં જ રાખે જેથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે.