રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્યનો કાર્યકાળ સમાપ્ત વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ
રાજકોટ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યો પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેન સહિત તમામનો કાર્યકાળ સમાપ્ત થતા લોકોના કામ ટલ્લે ન ચડે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને રાજકોટ જિલ્લા પંચાયતની પ્રવર્તમાન ચૂંટાયેલી બોડીનો સમયગાળો પૂર્ણ યતા રાજકોટ જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશની નિમણુંક કરવામાં આવી છે. કલેક્ટરશ્રીએ આજરોજ જિલ્લા પંચાયત વહીવટદાર તરીકે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે.