error: This Content is protected !!

આટકોટના જુના બસ સ્ટેન્ડ પાસૅથી મોટરસાયકલ ચોરી કરનાર શખ્સને મુદ્દામાલ સાથે રાજકોટ રૂરલ એલસીબીએ ઝડપી પાડ્યો

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક વર્ષ પૂર્વે થયેલી બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે મધ્યપ્રદેશના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.આશરે એકાદ વર્ષ પહેલા આટકોટના જૂના બસ સ્ટેન્ડ પાછળની શેરીમાંથી એક મોટરસાયકલની ચોરી થઈ હતી. આ અંગે આટકોટ પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ-૩૦૩(૨) મુજબ ગુનો નોંધાયો હતો. આ વણશોધાયેલ ગુનાને ઉકેલવા માટે LCB ની ટીમ કાર્યરત હતી.લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફ જ્યારે જસદણ ડિવિઝનમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે પો. હેડ કોન્સ. શિવરાજભાઇ ખાચર અને વિજયભાઇ ખડીયાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી આ બાતમીના આધારે વોચ ગોઠવીને શંકાસ્પદ ઇસમને અટકાવી તપાસ કરતા ચોરીનું મોટરસાયકલ મળી આવ્યું હતું.પોલીસે આરોપી પાસેથી રૂ. ૩૦,૦૦૦/- ની કિંમતનું GJ-03-DB-5086 નંબરનું મોટરસાયકલ કબ્જે કર્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને આટકોટ પોલીસને સોંપવામાં આવ્યો છે.આ સફળ કામગીરીમાં LCB રાજકોટ ગ્રામ્યના P I વી.વી. ઓડેદરા, PSI એચ.સી. ગોહીલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તથા ASI બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા અને સમગ્ર LCB સ્ટાફ જોડાયેલ હતો.