જસદણના ગોડલાધાર ગામની માતા અને બાળક માટે આશીર્વાદરૂપ બની ઘેલા સોમનાથ 108 ટીમની ઈમરજન્સી સેવા
અસહ્ય પ્રસવ પીડા ઉપડતા સ્થળ પર જ ડિલિવરી કરવી પડી સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી થતા માતા અને બાળક બંને સુરક્ષિત
જસદણ તાલુકાના ગોડલાધાર ગામે 24 વર્ષીએ પ્રસ્તુતાને તારીખ 23/3/26 ના રાત્રે પીડા ઉપડતા 108 ને કોલ કરી જાણ કરતા ઘેલા સોમનાથ 108ની ટીમ માંથી EMT ઈન્દ્રજીતભાઈ ડાંગર અને Pilot રામભાઈ ખાંભલા ગણતરીની મિનટોમાં જ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ અંગે વધુ તપાસતા પ્રસૂતાને અસહ્ય પ્રસવ પીડા ઉપાડતા ઘટના સ્થળ પર જ પ્રસુતિ કરાવવી પડી હતી. 108 હેડ ઓફિસના ડોક્ટર મંથન સાહેબની ટેલિફોનિક મદદ મેળવી સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી યોગ્ય સારવાર આપી માતા અને બાળક નો જીવ બચાવ્યો હતો. વધુ સારવાર અર્થે માતા અને બાળકને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ માતા અને બાળકને જરૂરી સારવાર આપી હતી. હાલ બાળક અને માતા બન્ને સંપૂર્ણપણે સ્વસ્થ છે. આમ ગોડલાધાર ગામની માતા અને બાળક માટે રાજકોટની 108 ઈમરજન્સી સેવા આશીર્વાદરૂપ બનતા મહિલાના પરિવારજનો એ 108 ના આરોગ્ય કર્મચારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.