error: This Content is protected !!

રાજકોટ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ૩૬૧ પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો યથાવત

લોકોએ પેટ્રોલ પંપ પર ભીડ ન કરવા અને ખોટી અફવાઓમાં ન આવવા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અપીલ

 

 

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત અંગે વહેતા થયેલા અહેવાલો બાબતે કલેક્ટર ડો. ઓમ પ્રકાશે નાગરિકોને ખાતરી આપતા જણાવ્યું કે જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ૨૬૪ અને શહેર વિસ્તારમાં ૯૭ મળીને કુલ ૩૬૧ પેટ્રોલ પંપ કાર્યરત છે. જેમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ- ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. તેલ કંપનીઓ દ્વારા પણ પુરવઠો નિયમિત રીતે પૂરો પાડવામાં આવી રહ્યો છે.નાગરિકોએ ગભરાટમાં આવીને પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી આ સાથે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી માહિતી કે અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા કલેક્ટરશ્રીએ નમ્ર અપીલ કરી છે.