રાજ્યસભા તથા વિધાનસભામાં 40 થી 50% સભ્યો ક્રિમિનલ તેને ગૃહમાં આવતા અટકાવવા ઉપાય ઈલાજ જરૂરી પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા
લોકશાહી સંસ્થામાં કોઈપણ પક્ષ ગુનેગરોને ટિકિટ આપે તે શરમજનક છે ચાલુ હોદે રાજીનામું આપી પક્ષપાત કરે તે આઠ વર્ષ ચૂંટણી ન લડી શકૅ તેવી વ્યવસ્થા કરવી જોઈએ
જસદણ વિંછીયા ના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા એ અખબારી યાદીમાં જણાવાયું છે કે અખબારો તથા મીડિયા મારફત જાણવા મળે છે કે લોકસભા, રાજ્યસભા, વિધાનસભાઓમાં લગભગ ૪૦ થી ૫૦ % સભ્યો ઉપર ક્રિમિનલ કેસ છે. અમુક રાજ્યોમાં મંત્રીઓ પણ બાકાત નથી. દેશની મોટી લોકશાહી સંસ્થામાં ગુનેગારોને કોઈપણ પાર્ટી તક આપતી હોય તો તે શરમજનક બાબત ગણી શકાય. આવી વ્યક્તિઓને ગૃહમાં આવતી અટકાવવા માટે કોઈ ઉપાય કે ઈલાજ કરવો જરૂરી છે ભીખાભાઈએ વધુમાં જણાવ્યું છે કે આ દુષણને અટકાવવા માટે ચૂંટણી પંચે કોઈ પણ પક્ષને સહેશરમ રાખ્યા વગર તટસ્થ રીતે નિર્ણય કરવાની જરૂરી છે અમુક ફોજદારી કે અન્ય કલમોના ગુનેગાર ને ઉમેદવારી કરી શકે નહીં તેવી જોગવાઈ થવી જોઈએ ચાલુ હોદા ઉપરથી રાજીનામું આપી પક્ષપાત કરે ગમે તેટલી સંખ્યા હોય તેઓને આઠ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવવા જોઈએ ઉમેદવારની અભ્યાસની લાયકાત અને નિવૃત્તિ વયમર્યાદા નક્કી થવી જોઈએ કોઈપણ સંસ્થામાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે દરખાસ્ત કરનાર કે ટેકો આપનારની સહી લેવાનું બંધ કરવું જોઈએ આ મોટામાં મોટું દુષણ છે દરખાસ્ત કરનારની મેં સહી કરી નથી એવું સોગંદનામુ કરી ફોર્મ રદ કરવામાં આવે છે સહી ખરી છે કે ખોટી તેની ખરાઈ કરવામાં આવતી નથી કોઈપણ વ્યક્તિ સહકારી કે સ્વરાજની તથા કે ત્રણે ગૃહમાં એકી સાથે બે જગ્યા ઉપર હોદો ધરાવી શકે નહીં તેવી જોગવાઈ થવી જરૂરી છે બંને જગ્યાએથી કેવી સવલતો મેળવતા હોય તે કહેવું મુશ્કેલ હોવાનું અંતમાં ભીખાભાઈ બાંભણીયા એ જણાવ્યું છે