error: This Content is protected !!

આજૅ પણ જૂના રાખી ગીતો રક્ષાબંધને ગુંજી ઉઠે છૅ ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના એક જમાનામાં રક્ષાબંધન અને રાખી ફિલ્મનો વિષય બનતા હતા

ફુલોં કા તારોં કા સબકા કહેના હૈ, એક હજારો મેં મેરી બહેના હૈં”, “ચંદા રે મેરે ભૈયા કો કહેના, બહેના યાદ કરે' જેવા ગીતો આજે પણ લોકોના દિલમાં છે

 

 

સિનેમા એ સમાજનું પ્રતિબિંબ છે એટલે સમાજમાં બનતી ઘટનાઓની છબી ફિલ્મોમાં ઝિલાતી હોય છે. રક્ષા બંધન હજારો વર્ષોથી ઉજવાતો હિન્દુ સંસ્કૃતિનો તહેવાર છે. એ ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે. ભારતીય સિનેમામાં પણ આ તહેવાર જોવા મળે છે. ખાસ કરીને રાખીને લઈને સિનેમામાં અનેક પ્રસંગો છે. ગીતા છે જે લોકપ્રિય થયા છે આવા કેટલાક લોકપ્રિય ગીતોની ઝાંખી કરીએ તો ૧૯૭૧માં આવેલી દેવઆનંદની ફિલ્મ 'હરે રામા હરે કૃષ્ણા’નું ગીત 'ફુલો કા તારો કા સબકા કહેના હૈ, એક હજારો મેં મેરી બહેના હૈ...નિભાના' આજે પણ ટીવી-રેડીયોમાં સાંભળવા મળે છે. આ ગીતે દરેક બહેનની એ આશા બનાવી જે પોતાના ભાઈ પાસે રક્ષાનો વાયદો કરે છે. ૧૯૭૪માં આવેલી ફિલ્મ 'રેશમ કી ડોર' રક્ષાબંધનના વિષયની જ હતી.આ ફિલ્મનું ‘બહના ને ભાઈ કી કલાઈ સે પ્યાર બાંધા હૈ' ગીત રક્ષાબંધનના પર્વે ખાસ યાદ કરવામાં આવે છે. આ ગીતના શબ્દો ઈન્દીવરે લખ્યા હતા,જેમાં રાખીના દોરા સાથે ભાઈ-બહેનના પ્રેમને સુંદરતાથી જોડવામાં આવ્યો હતો વર્ષ ૧૯૬૫માં આવેલ ફિલ્મ 'કાજલ'નું ગીત મેરે ભૈયા મેરે ચંદા' ગીત બહેનના ભાઈ પ્રત્યેના પ્રેમને સુંદરતાથી રજુ કરે છે. વર્ષ ૧૯૭૨માં આવેલી ફિલ્મ ‘બેઈમાન'નું ગીત 'યે રાખી બંધન હૈ ઐસા' ગીતને સમયનું અંતર નબળુ નથી કરતું. લતા-મુકેશનું અવાજમાં આ ગીત આજે પણ સદા બહાર છે. જો કે હવે બદલાતા સમયને પગલે બોલીવુડની ફિલ્મોમાં રાખી ગીતો ઘટી ગયા છે. વર્ષ ૨૦૨૨માં આવેલી અક્ષયકુમારની ફિલ્મ ‘બંધન’ ભાઈ-બહેનના સંબંધો પર બની હતી. 'ધાગો સે બાંધા' ગીતના શબ્દો ઈર્શાદ કામિલે લખ્યા છે. અરજીતસિંહ અને શ્રેયા ઘોષાલના અવાજે આ ગીતને લોકપ્રિય બનાવ્યું છે.