જસદણના મહિલા કોર્પોરેટર પર હુમલા મામલે સામસામે ફરિયાદ પોલીસે ભાજપ અગ્રણી સહિત સાત સામે ગુનો નોંધાયો
શ્વાનની માથાકૂટ નિર્લજ્જ હુમલા સુધી પહોંચી
ઇંટના કટકા વડે માર મારી કોર્પોરેટરને નિર્વસ્ત્ર કરી નાખવાનો પ્રયાસ મહિલા કોર્પોરેટર સહીતનાએ આબરૂ લેવાના ઇરાદે હુમલો કરી છુટ્ટા પથ્થરોના ઘા કર્યાની પાડોશીની રાવ
બનાવ અંગે જસદણના ચિતલીયા રોડ પર હરીનમન સોસાયટીમાં રહેતા અને જસદણ નગરપાલિકામાં મહિલા કોર્પોરેટર તેમજ બાંધકામ સમિતિના ચેરમેને આરોપી તરીકે પાડોશમાં રહેતા પરિવારનું નામ આપી ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૦૧ ના સાંજના સવા સાત વાગ્યા આસપાસ તે ઘરે એકલા હતાં ત્યારે મકાનની ડેલીએ કોઈ વસ્તુ ભટકાવાનો અવાજ આવતા ઘરની બહાર ગયેલ તો ત્યાં પાડોશી દંપતી બહાર ઉભા હતા.પાડોશી મહિલાએ તેના હાથમાં રહેલ ઇંટનો ઘા કરતાં પગમાં ઇંટનો કટકો વાગી ગયેલ હતો. દરમિયાન સામાવાળા બોલાચાલી-ઝપાઝપી કરવા લાગ્યા હતા. દરમિયાન આરોપીઓએ તેઓનો ફોન આચકી લીધેલ બાદ ત્રણેય શખ્સોએ સાથે મળી ટીશર્ટ કાઢી નાખવાનો પ્રયત્ન કરેલ હતો. જેથી ટીશર્ટ નીચે કરી દેતાં ત્રણેય ફડાકા મારવા લાગેલ હતા. સામાવાળા કહેતા હતા કે, આજ તો તને પૂરી જ કરી દેવી છૅ બાદમાં માર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરેલ હતી. દરમિયાન પાડોશી આવી જતા તેઓને ઘરમાં લઈ ગયેલ હતા. જે બાદ સામાવાળાએ પાડોથી પરીવાર સાથે પણ ઝપાઝપી કરેલ હતી. બાદમાં કોર્પોરેટરને સારવાર અર્થે ખેસડી હતી. જ્યાંથી તેમણે ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગઈ તા. ૩૦ ના પાડોશી મહિલા કોર્પોરેટરે ફરિયાદમાં વધુમાં સાથે શેરીમાં રહેલ રખડતા કુતરા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખી મને ઈંટ વડે માર મારી નિર્વસ્ત્ર કરી નાખવાની કોશિશ કરી ખૂનની ધમકી આપી હતી જયારે સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાવતા મહિલાએ આરોપી તરીકે જસદણ નગરપાલિકાના મહિલા કોર્પોરેટર સહિતના શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, ગત તા.૦૧ ના સાંજે સાત વાગ્યે તેણી અને તેના પતિ માર્કેટમાંથી પાછા ઘરે આવતા હતા. ત્યારે મહિલા કોર્પોરેટર ઘરે રહેલ પાળેલ શ્વાન ભસવા લાગ્યું હતું. જેથી તેણીએ ઈટનો ટુકડો શ્વાન તરફ ફેંક્તા કોર્પોરેટર તેના ઘરમાંથી બહાર નીકળી ગાળો આપવા લાગેલ હતા. બાદમાં તેઓ અને તેમના નણંદ સાથે ઝપાઝપી કરવા લાગેલ હતા. બાદમાં પાડોશી આવી જતા તે પણ
પતિ છૂટા પાડવા આવતા મહિલા માર મારવા લાગેલ હતા. જેથી તેઓના આરોપીએ પથ્થરોના છૂટા ઘા કરી મારવા લાગેલ હતા. બાદ મોટો પથ્થર લઇ મારા માથામાં મારવા જતા તેણી દૂર ખસી ગયેલ હતી. બાદ નંણદને આરોપીઓએ ઘરમાંથી હાથ પકડી ખેંચીને બહાર કાઢી બાદમાં ઍનકેન પ્રકારે બચાવ કરી ઘરમાં કપડા ઉતારી નાખવાની કોશિશ કરેલ હતી. જતા રહેલ હતા. બાદ સામાવાળાએ અમારા ઘરની બારીઓ પર પથ્થરનો ઘા કરી કાચની બારીઓ તોડી નાખેલ હતી. જેથી ૧૧૨ માં ફોન કરતા પોલીસ આવી ગયેલ હતી. જે બાદ તેઓ જસદણ સરકારી દવાખાને સારવાર અર્થે દાખલ થયેલ હતા. બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે