error: This Content is protected !!

વીંછિયાના ગઢાળા ગામૅ હલાણની માથાકૂટમાં મહિલાનૅ ગાળો ભાંડી વાળ ખેંચી ઢસડી માર માર્યો વચ્ચે પડેલા દિયરને પણ પાઈપથી ફટકાર્યો

વીંછિયા તાલુકાના ગઢાળા ગામે રસ્તે ચાલવાની માથાકૂટમાં પાડોશીએ પરિણીતાને ગાળો ભાંડી, માથાના વાળ ખેંચી, રસ્તા પર ઢસડી, ગળાના ભાગે પકડી માર માર્યો હતો. જયારે વચ્ચે પડેલા દિયરને પાઇપ વડે માર માર્યો હતો. જે મામલે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ બનાવ અંગે વીંછિયાના ગઢાળા ગામે રહેતા 38 વર્ષીય યુવાન અરવિંદભાઈ જેઠાભાઈ ઘુઘલે નોંધાવેલી ફરોયાદમાં આરોપી તરીકે નરેશ બધા રાઠોડનું નામ આપી જણાવ્યું હતું કે, તે જૈટકોમાં ખાનગી નોકરી કરે છે. ગત તા.04 ના રાત્રીના દસ વાગ્યે તે ખેતરે હતો ત્યારે ભત્રીજા સુજલનો ફોન આવ્યો કે, આપણા પાડોશમાં રહેતો નરેશ રાઠોડ અમારા ઘરે આવ્યો છે અને મારા મમ્મી સાથે માથાકુટ કરી ગાળો આપી માતાના વાળ ખેંચી ગળું પકડે છે, જેથી તમે ઘરે આવો. હું ઘેર જતાં જ નરેશ ત્યાથી જતો રહ્યો હતો. થોડીવાર પછી નરેશ રાઠોડ ફરી ધસી આવ્યો અને યુવાને તેને માથાકૂટ કરવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી તેના ઘરેથી લોખંડનો પાઇપ લઈને આવેલ અને યુવકને એક ઘા મારી દીધો હતો. સ્થાનિકોએ યુવાનને વધુ મારથી બચાવ્યો હતો. બાદ યુવાન સારવાર અર્થે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ થયો હતો. આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા યુવાને વધુમાં જણાવ્યું હતું કે, અગાઉથી રસ્તે ચાલવા બાબતની માથાકૂટ ચાલતી હોય તે વાતનો ખાર રાખી જસદણ પોલીસે બનાવ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.