error: This Content is protected !!

જસદણના જૂના જસાપર માં નદીના કાંઠે આટકૉટ પોલીસ ત્રાટકી દૅશી દારૂ ગાળવાની મીની ફેકટરી ઝડપાઈ રૂ.1.91 લાખનો મુદ્દામાલ જપ્ત તપાસ આદરી

14 બૅરલ દારૂ અને દૅશી દારૂ બનાવવાની લખોટીની પાઇપ લાટો ગોળ કેમિકલ અને ટીપણા ભઠ્ઠી ના સાધનો કબજે લઇ જયદીપ ઉર્ફે કાળુ મકવાણાની ધરપકડ 

 

જસદણ તાલુકાના જૂના જસાપર ગામ પાસેથી પસાર થતી ભાદર નદીના કાંઠે પોલીસની નજરથી બચીને ચાલતા દેશી દારૂના કાળા કારોબારનો આટકોટ પોલીસે પર્દાફાશ કર્યો હતો.

બાતમીના આધારે પોલીસે નદીના પટમાં સર્જિકલ સ્ટ્રાઈક જેવો દરોડો પાડીને દારૂ બનાવવાની ભઠ્ઠી અને મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આ કામગીરી દરમિયાન પોલીસે એક આરોપીને દબોચી લીધો હતો, જ્યારે લાખોની કિંમતનો કેમિકલ અને દારૂનો જથ્થો નાશ કરાયો હતો. પોલીસે દારૂ બનાવવાની આખી સિસ્ટમ જપ્ત કરીને બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આટકોટ પોલીસને સચોટ બાતમી મળી હતી કે ભાદર નદીના નિર્જન કાંઠે જયદીપ ઉર્ફે કાળુ મકવાણા નામનો શખ્સ પોલીસની આંખમાં ધૂળ નાખીને દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યો છે. પોલીસે દરોડો પાડયો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નદીના પટમાં દારૂથી લબાલબ ભરેલા 14 જેટલા મોટા બેરલ મળી આવ્યા હતા. પોલીસની તપાસમાં સ્થળ પરથી માત્ર દારૂ જ નહીં, પરંતુ તે બનાવવાની આખી ટેકનિકલ સિસ્ટમ મળી આવી હતી. લખોડીની પાઈપો, મોટા લોખંડના ટીપણા, દારૂ ગાળવા માટે વપરાતું કેમિકલ લાટો ગોળ આથો પ્લાસ્ટિકના કેરબા સહિત ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. પોલીસે આ તમામ વસ્તુઓ મળી કુલ ₹1,91,400નો મુદ્દામાલ જપ્ત કરી દારૂના આથો નાશ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી આરોપી જયદીપ રમેશ ઉર્ફે કાળુ મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આટકોટ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂના નેટવર્કના તાર અન્ય કયા મોટા બુટલેગરો સાથે જોડાયેલા છે. ગ્રામ્ય વિસ્તારમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હજુ પણ તેજ કરવામાં આવ્યું છે.