આટકોટના મોટા દડવામા ખેડૂત પર પાડોશીઓનો હુમલો ચાર શખ્સોએ પથ્થર મારી માથું ફોડી નાખ્યું ગટર સાફ કરવા અંગૅ થયેલી બબાલૅ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
જસદણના આટકોટ નજીક ગોંડલના મોટાદડવા ગામમાં ગટરના પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતે પડોશીઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હોવાની ઘટના સામે આવી છે ગત સોમવાર ૬ એપ્રિલ ૨૦૨૬ ના રોજ સાંજે આશરે ચાર વાગ્યે જ્યારે ફરિયાદી વિનુભાઈ પોલાભાઈ વેકરીયા તેમની વાડીએ ગટર સાફ કરી રહ્યા હતા ત્યારે તેમના જ શેઢા પાડોશીઓએ એકસંપ થઈને હુમલો કર્યો હતો ફરિયાદીના જણાવ્યા મુજબ તેઓ તેમની પત્ની કૈલાસબેન સાથે વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે પાડોશી છગનભાઈ ડોબરીયા અને તેમના પુત્રો સહિત કુલ ચાર વ્યક્તિઓએ તેમને બોલાવી ગાળાગાળી કરી હતી
આ વિવાદ વધતા આરોપીઓએ ફરિયાદીને નીચે પાડી દઈ ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો અને ઉશ્કેરાયેલા નૈમિષ ડોબરીયાએ પથ્થરનો ઘા ઝીંકી વિનુભાઈનું માથું ફોડી નાખ્યું હતું.
હુમલાના પગલે વિનુભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થતા લોહીલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ચાર ટાંકા લેવા પડયા હતા. આ મામલે આટકોટ પોલીસે મોટાદડવા ગામના રહેવાસી એવા ચાર આરોપી છગનભાઈ ગાંડુભાઈ ડોબરીયા, જયદીપ છગનભાઈ ડોબરીયા, નૈમિષ છગનભાઈ ડોબરીયા અને દિલીપભાઈ ભીખાભાઈ ડોબરીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨ અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદીએ જણાવ્યું હતું કે અગાઉ બનાવેલી ગટરના પાણીના નિકાલ બાબતે પાડોશીઓને વાંધો હોવાથી આ હુમલો કરવામાં આવ્યો હતો હાલ એ એસ.આઈ. મનેશભાઈ પાંચાભાઈ પરમારે આ કેસની આગળની તપાસ ચલાવી રહ્યા છે