જસદણના ડોડીયાળા આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી નિદાન કેમ્પ મા એક્સ-રે હેન્ડ હેલ્ડ મશીન દ્વારા વડીલોનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરાયું
જસદણ તાલુકાના ડોડીયાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ખાસ કરીને મોટી ઉમરના ની વડીલો અને જેમનામાં રોગનું જોખમ વધુ હોય તેવા લોકોના એક્સ-રે દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અત્યાધુનિક હેન્ડ હેલ્ડ મશીનનો ઉપયોગ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોનું સ્થળ પર જ નિદાન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં લોકોને ટીબીના લક્ષણો અને સારવાર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. માત્ર નિદાન જ નહીં પરંતુ ટીબી જેવી ગંભીર બીમારીને જડમૂળથી નાબૂદ કરવા માટે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા ટીબી મુક્ત ભારત'ના સંકલ્પ સાથે ગ્રામજનોને સમજાવવામાં આવ્યું હતું કે ટીબી ચેપી હોવા છતાં નિયમિત સારવારથી સંપૂર્ણપણે મટી આ કેમ્પની મુખ્ય વિશેષતા હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન રહી હતી. જેના દ્વારા ડોડીયાળા ગામના એવા લોકો કે જેઓ શંકાસ્પદ લક્ષણો ધરાવતા હોય અથવા જેમનામાં રોગ ફેલાવાની શક્યતા વધુ હોય તેમનું ત્વરિત નિદાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વડીલોએ આ સેવાનો લાભલીધો હતો. આરોગ્ય કર્મચારીઓએ ગામમાં તપાસ હાથ ધરીને લક્ષણો ધરાવતા વ્યક્તિઓને કેન્દ્રપર બોલાવી તપાસ્યા હતા આ કાર્યક્રમમાં ડોડીયાળા આરોગ્ય કેન્દ્રના તબીબો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી.