જસદણના કડુકા મા રબારીકા ના યુવાન પર ટોળકીનો હિંચકારો હુમલો ભાડલા પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ આદરી
મિત્રની સાથે અદાવતમાં ભોગ લેવાયો છ શખ્સોએ લોખંડના સળીયા છરી લીવર વાયરથી બેફામ મારમાર્યો ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો
જસદણમાં કડુકા ગામે પુલની સાઈટના સુપરવાઈઝર પર ટોળકીએ હિંચકારો હુમલો કરતાં યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવમાં ભાડલા પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ છ શખ્સો સામે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી. બનાવ અંગે જસદણમાં કડુકા તળાવ પાસે રહેતાં મૂળ જેતપુરના રબારીકા ગામના વતની રવિરાજ અનકભાઈ વાંક (ઉ.વ.૨૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહેશ માંડાણી, રણજીત માંડાણી અને કિશન બેરાણી (રહે. ત્રણેય કડુકા, જસદણ) અને અજાણ્યા ત્રણ શખ્સોનું નામ આપતાં ભાડલા પોલીસે રાયોટીંગ સહિતની કલમકલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, કડુકા ગામે કમળાપુર રોડ ઉપર પાચેક મહીના પહેલા પુલ બનાવવાનું કામ તેમના મામા જયપાલભાઈ વાળાનું કામ ચાલુ હોય જેથી ત્યા યુવક છેલ્લા ૨૦ દિવસથી કડુકા ગામે પુલની સાઈડ પર સુપરવાઈઝરનુ કામ કરે છે. ત્યા સાઈડ પર પુલને પાણી છટવાની મજુરી કામ કડુકા ગામના વિશાલભાઈ અણીયળા કામ કરતા હોય જેથી યુવાન તેની સાથે રહેતો હતો.
આ વિશાલભાઈને તેના ગામના મહેશ માડાણી સાથે દશેક દિવસ પહેલા માથાકુટ થયેલ હતી. ત્યારબાદ યુવક અને
વિશાલભાઈ બન્ને ગઈ તા.૦૭ ના કડુકા ગામે માતાજીનો માંડવો હોય ત્યા સાથે ગયેલ ત્યારે આ મહેશ માંડાણી ભેગો થયેલ અને વિશાલ સાથે બોલાચાલી કરી માથાકુટ કરવા લાગેલ હતો. બન્ને વચ્ચે જપાજપી થયેલ અને ત્યા માણસો ભેગા થઈ જતા બન્ને ત્યાથી આવતા રહેલ હતાં. ગઈ તા.૦૮ ના રાત્રીના સમયે યુવક અને વિશાલભાઈ બન્ને સાઈટ ઉપર બેઠેલ હતા ત્યારે બાજુમા એક બાઈકમાં મહેશ માંડાણી તથા તેની સાથે બીજા બે બાઈકમાં છ-સાત માણસો ઘસી આવેલ અને સાઈટ ઉપર લોખંડનો સળીયો પડેલ હોય તે ઉપાડી હુમલો કરી દીધો હતો.
ફરીયાદી યુવકને પગમાં ઈજા થતાં તે ત્યાં પડી ગયેલ અને તેની સાથે આવેલ બે અજાણ્યા શખ્સો વિશાલને પકડી રાખેલ અને મહેશ ગાળો બોલી મારવાનું કહેતા હોય જેથી તેની સાથેના બીજા રણજીત માંડાણી લોખંડનો સળીયો, કિશન બેરાણી લીવર વાયર તથા એક અજાણ્યા માણસે લોખંડનો સળીયો લઈ આડે ઘડ ઘા મારવા લાગેલ હતાં. ત્યાં દેકારો થતાં તમામ આરોપી લોખંડના સળીયો મુકી જતા જતા કહેલ કે, હવે વિશાલ સાથે રહીતો તારા પગ ભાગી નાખીશુ. જે બાદ યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ભાડલા પોલીસ મથકના પીઆઈ એચ. જી.ગોહિલ અને ટીમે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા