error: This Content is protected !!

આટકોટમાં SOGનૉ દરોડો ગુંદાળા ચોકડી પાસેથી ૮.૫ કિલો ગાંજાના જથ્થા સાથે સાધુના સ્વાંગમાં ફરતો રીઢો શખસ ઝબ્બે

રાજકોટ રેન્જ ડીઆજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા શરૂ કરવામાં આવેલી મુહિમ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. બ્રાંચને સફ્ળતા મળી છે જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસ. ઓ.જી.ની ટીમને સચોટ બાતમી મળી હતી કે એક ઇસમ નશાના જથ્થા સાથે હાઈવે પર ઉભો છે. જેના આધારે પોલીસે ગુંદાળા ચોકડી પાસે છાપો મારી ઘનશ્યામભાઈ હર્ષદભાઈ જોષી (રહે. આટકોટ) ને ૮ કિલો ૪૯૫ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ઘનશ્યામ જોષી પોલીસ અને અન્ય મુસાફરોની શંકાથી બચવા માટે ટ્રેનમાં સાધુનો વેશ ધારણ કરી ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો. તે આટકોટ વિસ્તારમાં આ માદક પદાર્થનું છૂટક વેચાણ કરવાની પેરવીમાં હતો. આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૫માં તેની વિરુદ્ધ આટકોટ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ બે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.