error: This Content is protected !!

વિંછીયાના મોટી લાખવાડ ગામના કન્ટ્રકશનના ધંધાર્થીને જાનથી મારી નાંખવાની ધમકી

ટ્રેકટરના ફેરાના પૈસા બાબતે ધમકી આપતાં મનીષ વાલાણી સામે ગુનો નોંધાયો

 

વિંછીયાના મોટી લાખાવાડ ગામના કન્ટ્રક્શનના ધંધાર્થીન ગામમાં જ રહેતા શખસે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટ્રેક્ટરના ફેરાના પૈસા બાબતે ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતા યુવાને ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે વિંછીયાના મોટી લાખાવાડ ગામે રહેતા કન્સ્ટ્રક્શનના ધંધાર્થી ધવલભાઈ ગુણવંતભાઈ વાલાણી (ઉ.વ.૨૬) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેમના જ ગામમાં રહેતા મનીષ હીરા વાલાણીનું નામ આપી જણાવ્યું હતું કે, ચારેક માસ પૂર્વે તેની વાડીમાં જેસીબી તથા ધૂળનું ટ્રેક્ટરથી ધૂળનું પુરાણનું કામકાજ કરાવેલ હતું. જેમાં આરોપી મનીષ વાલાણીના ટ્રેક્ટરના ફેરા

કર્યા હતા અને તે ફેરાના રૂ. ૮ હજાર મનીષને દેવાના હતા. ત્યારબાદ ત્રણેક માસ પહેલા યુવાન મિત્રો સાથે ગામમાં બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો ત્યારે મનીષ બાઇક લઈને આવ્યો હતો અને ટ્રેક્ટરના ફેરાના પૈસા માંગ્યા હતા. જેથી યુવાને કહ્યું હતું કે, મારે તમને ફેરાના રૂ.૮ હજાર દેવાના છે અને તમારા મોટાભાઈ મહેશભાઈ પાસેથી રૂ. ૮ હજાર લેવાના છે તો તમે બંને ભાઈઓ રૂપિયાનો હિસાબ સમજી લેજો જેથી મારે કોઈ લેવાદેવા નહીં, તેમ કહેતા મનીખ ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું હતું કે, તું મને મારા રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાનો છે. જેથી યુવાને કહ્યું હતું કે, બે ત્રણ દિવસમાં તારા રૂપિયા આપી દઈશ આમ કહેતા મનીષે કહ્યું હતું કે, તારા રૂપિયા જોતા નથી તેમ કહીને જતો રહ્યો હતો. બાદમાં આ મનીષ અવારનવાર યુવાનના મિત્રોને કહેતો હતો કે આ ધવલને જાનથી મારી નાખવાનો છે જેથી અંતે યુવાને આ અંગે વિંછીયા પોલીસ સ્ટેશનમાં કૃરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી.