error: This Content is protected !!

આટકોટ પંથકની 17 વર્ષીય સગીરાનું અપહરણ કરી નરાધમો ઍ દુષ્કર્મ આચારી હવસ સંતોષી સગીરાનૅ ઍકલી મુકી બંને શખ્સો નાસી ગયા

ઈશ્વરીયાની સીમમાંથી સગીરાને રાત્રૅ બાઈકમાં ઉઠાવી અવાવંરુ સ્થળે જઇ લઇ હૅવાનૉએ વારાફરતી કુકર્મ આચર્યું  

 

આટકોટ પોલીસે સામુહિક દુષ્કર્મ, પોક્સો, અપહરણ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી

 

 

આટકોટ પંથકમાં રહેતી 17 વર્ષીય સગીરાનું અપહરણ કરી તેના પર ગેંગરેપનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઈશ્વરીયા ગામની સીમમાંથી રાત્રિના સમયે બાઇકમાં ઉઠાવી અવાવરૂ સ્થળે લઇ જઈ બે શખ્સોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.

હવસ સંતોષી સગીરાને એકલી મૂકી બંને હવસખોરો ફરાર થઇ ગયા હતા. બાદ પીડિતા યેનકેન પ્રકારે ઘરે પહોંચી આપવીતી વર્ણવતા પરિજનોએ તાત્કાલિક આટકોટ પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ આપી હતી. જેથી પોલીસે સામુહિક દુષ્કર્મ, અપહરણ અને પોક્સો એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી બંને હેવાનોની શોધખોળ આદરી હતી.

આટકોટ પંથકમાં ખળભળાટ મચવતા બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર પીડિત સગીરાના કાકાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનસુખ નાનકા ભુરીયા (ઉવ 20) અને રાકેશ દેવકાનું નામ આપતાં આટકોટ પોલીસે બીએનએસની કલમ 70(2), પોક્સો એક્ટ તેમજ અપહરણ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. 

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે અને આટકોટ નજીક ઈશ્વરીયા ગામે રહી ખેત મજૂરી કરે છે. તેમના ભાઈ-ભાભી વતન મધ્યપ્રદેશમાં રહે છે જયારે તેમની 17 વર્ષીય સગીર ભત્રીજી અહીં ઈશ્વરીયા ગામે બે વર્ષથી તેમની સાથે રહે છે.

ગઈ તા.21 ની રાત્રે તેઓ જમીને સુઈ ગયા હતા. બાદ બીજા દિવસે સવારે જાગતા તેમની સગીર ભત્રીજી ક્યાંય મળી આવી ન હતી. જેથી પરિજનોએ સગીરાની શોધખોળ આદરી હતી. દરમિયાન ભત્રીજી ઘરે આવી જતાં પરિજનોનાં શ્વાસમાં શ્વાસ આવ્યો હતો. જો કે, બાદ સગીર ભત્રીજીએ આપવીતી વર્ણવતા પરિજનો સ્તબ્ધ થઇ ગયા હતા. 

સગીરાએ તેના કાકાને જણાવ્યું હતું કે, તેમના મૂળ ગામની બાજુના ગામમાં રહેતો અને હાલ જસદણ પંથકમાં રહેતો મનસુખ ભુરીયા ઘણા સમયથી તેણીનાં સંપર્કમાં હતો. તે સગીરા સાથે સગાઈ કરવાની વાતો કરતો હતો.

દરમિયાન ગત તા.21 નાં રોજ રાત્રિના સમયે મનસુખ નાનકા અને રાકેશ દેવકા ઈશ્વરીયા ગામે વાડી વિસ્તારમાં બાઈક લઈને ધસી આવ્યા હતા. મનસુખે સગીરાને જણાવ્યું હતું કે, આપણે સગાઈ કરવાની છે, જેથી તું અત્યારે મારી સાથે આવ તેમ કહી મનસુખ અને રાકેશ સગીરાને બળજબરીપૂર્વક બાઈકમાં બેસાડી બાબરા પંથક તરફ ઉઠાવી ગયા હતા. 

જયા અવાવં સ્થળે લઇ જઈ મનસુખ ભુરીયા અને રાકેશ દેવકાએ વારાફરતી તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. બંને હેવાનોએ પોતાની હવસ સંતોષી સગીરાને એકલી મૂકી નાસી ગયા હતા. જે બાદ તેણી અલગ અલગ વાહન બદલાવી યેનકેન પ્રકારે ઘરે પરત ફરી હતી. 

સગીર ભત્રીજીએ હકીકત જણાવતા પરિજનોનાં પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદ કાકાએ સગીર ભત્રીજી સાથે કુકર્મ કરનાર બંને રાક્ષસો સામે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું અને પરિજનો આટકોટ પોલીસ મથકે દોડી ગયા હતા. આટકોટ પોલીસે સગીરાનાં કાકાની ફરિયાદ પરથી ગુનો નોંધી બંને હેવાનોની શોધખોળ આદરી હતી.

વધુમાં પોલીસ સુત્રોમાંથી મળતી. માહિતી અનુસાર સગીરાનો દેહ ચૂંથનાર રાકેશ દેવકા પોતે પરિણીત હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.