જસદણમાં એડવોકેટની ઓફિસમાં યુગલનો હંગામો તોડફોડ કરી ખૂનની ધમકી
મૈત્રી કરાર કરવા આવેલ જંગવડના યુગલને નિયમ સમજવતાં એડવોકેટ પર ઉશ્કેરાઈ જઈ ઓફિસમાં રહેલ ઝેરોક્ષ મશીન, પ્રિન્ટર તોડી નાંખ્યા પોલીસ અમારૂ કાંઈ બગાડી નહિ લે કહીં ધમકી આપી ગુનો નોંધાયો
જસદણમાં એડવોકેટની ઓફિસમાં યુગલનો હંગામો કરી તોડફોડ કરી ખૂનની ધમકી આપતાં સ્થાનીક પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી મૈત્રી કરાર કરવા આવેલ જંગવડના યુગલને નિયમ સમજવતાં એડવોકેટ પર ઉશ્કેરાઈ જઈ ઓફિસમાં રહેલ ઝેરોક્ષ મશીન પ્રિન્ટર તોડી નાંખ્યા હતાં બનાવ અંગે જસદણમાં છત્રી બજાર જૂની મામલતદાર ઓફિસ સામે રહેતાં મનનભાઇ રશ્મીનભાઈ શેઠ (ઉ.વ.૩૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભરત જયતાભાઇ ફુવાડીયા (રહે જંગવડ, જસદણ) અને કાજલબેન પ્રકાશ પટોડીયા (રહે શ્યામ પાર્ક ગેટ નં. ૩, કોઠારીયા રોડ રાજકોટ, હાલ જંગવડ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ જસદણ ખાતે વકીલાત કરે છે. તેઓના પિતા પણ વકીલાતનો વ્યવસાય કરે છે ગઇ તા.૨૫ ના સવારના સમયે તેઓની ઓફીસે અસીલ આવી અને મૈત્રી કાર કરવા
સબંધેની વાતચીત કરેલ અને જણાવેલ કે તેઓ સોમવારે એટલે કે તા. ૨૭ ના રોજ જરૂરી ડોક્યુમેન્ટ લઈને આવશે તેવુ કહીને જતા રહેલ હતાં. ગઈકાલે સવારના ૧૧ વાગ્યાની આસપાસ તેઓ ઓફીસે આવેલ અને તેમના ડોક્યુમેન્ટ આપતા અસીલ ભરત કુવાડીયા તથા કાજલબેન પટોડીયા આવેલ હતાં. જેમા કાજલબેનના બે વખત લગ્ન થયેલ હોય અને છેલ્લા લગ્ન જીવનથી છુટા છેડા થયેલ ન હોય જેથી તે સબંધેની
સમજણ આપેલ અને ગંભીરતાની જાણ કરેલ હતી. સોગંદનામુ થઈ ન શકે તે સબંધેની વાતચીત ચાલતી હતી. તે દરમ્યાન આ કાજલબેન એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને જેમ ફાવે તેમ બોલી અસભ્ય વર્તન કરી કહેવા લાગેલ કે તમે વકીલ હોય તો શું થઈ ગયુ જો તમે અમે કહીએ તે રીતેના મૈત્રી કરાર કે સોગંદનામુ નહીં કરી આપોતૉ સારાવાટ રહેશે નહીં અને જોઈ લેવા પડશે તેવી ધમકી આપવા લાગેલ હતાં કાજલબેન દ્વારા ઓફીસમા પ્રવેશ કરી અને દબાણ પૂર્વક મૈત્રી કરાર અને સોગંદનામા કરાવવા
પ્રયત્ન કરતા તેઓને તે સંબંધે ના પાડતા તેને ગમતી બાબત ન હોય જેથી ઓફીસમા રહેલ પ્રીન્ટર ટેબલ ઉપર ઘા કરી તોડ ફોડ કરી તથા પ્રીન્ટર સાથેના વાયરીંગને તોડ ફોડ કરવા લાગેલ હતાં.
તેમજ ઝેરોક્ષ મશીનમા તોડફોડ કરી ભારે નુકશાન કરેલ જેથી સમજાવવાની કોશીસ કરતા માનેલ નહીં અને પોલીસ સ્ટેશને ફરીયાદ કરવાનું જણાવતા ધમકી આપી કૅ, તે કોઈથી ડરતાં નથી અને વહીવટી ધોરણે છુટી જઈશુ જો પોલીસમા ફરીયાદ કરીશ તો માથા ફોડી નાખીશું તેવી ધમકી આપેલ છે કાજલબેને જણાવેલ કે પોતે સ્ત્રી વર્ગની છે અમે ગમે તેમ કરીશું તો પણ અમારી માથે કસુ થશે નહી. જતા જતા કોમ્પ્યુટર સીસ્ટમમા લાગેલ વાયરીંગને ખેંથી, તોડી નાખેલ છે તે દરમ્યાન નાનાભાઈ જયનો મોબાઈલ જુટવી લેવાની કોશીશ કરતા મોલાઈલ નીચે પડી ગયેલ અને તેમા પણ નુકસાની થયેલ હતું
તેમજ આરોપી ભરત કુવાડીયા જતાજતા ધમકી આપતા ગયેલ છે કે, બનાવ સબંધે કોઈ ફરીયાદ કરીશ તો પાછા આવી જાનથી મારી નાખીશુ અમારૂ કોઈ બગાડી નહી લે. બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે આકરી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી