બાબરાના પાનસડામા પતિઍ ચારિત્રય અંગે શંકા કરીને પત્નીને માર માર્યો જસદણના જસાપર ના પતિ સાસુ સસરા સામે પોલીસ ફરિયાદ
પરણીરતાને છ વર્ષથી ચારિત્ર અંગે શંકા કુશંકા કરી મેણા ટોણા મારી મારઝૂડ કરતા મામલો બાબરા પોલીસ સ્ટેશન પહોંચ્યો
બાબરા તાલુકાના પાનસડા ગામે પરણિતાને તેના પતિ સહિત સાસુ-સસરા દ્વારા છેલ્લા સાડા છ વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મારઝૂડમાં વચ્ચે પડતા માતાને પણ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યોછે. બાબરાના પાનસડા ગામે રહેતા રૂષિતાબેન જંયતીભાઈ પરમાર ઉ.વ.25ના લગ્ન જસદણ તાલુકાના જસાપર ગામે જંયતીભાઈ કાનજીભાઈ પરમાર સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન છેલ્લા છ વર્ષથી જંયતી
પોતાની પત્નીના ચારિત્ર્ય અંગે ખોટી શંકાઓ રાખી અવારનવાર ત્રાસ આપતા હોય જ્યારે સાસુ જયાબેન પરમાર ઘરકામ બાબતે મેણાં-ટોણાં મારી દુઃખત્રાસ આપતા હોવાનું તેમજ સસરા કાનજી પરમારે ગાળો આપી ત્રાસ આપી ત્રાસ ગુજારતા હોય જે ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાના અરસામાં પતિ અને સાસુ પાનસડા ગામના પાદરમાં આવી પરણિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો. અને બંને અને તેના ઘરે લઈ ગયા હતા જ્યાં ફરીથી માર માર્યો હતો આ અંગે યુવતીની ફરિયાદના આધારે બાબરા પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.