error: This Content is protected !!

જસદણની મૅઇન બજારમા વહેલી સવારે ચોરીની ઘટના બની શાલીમાર નામની દુકાનનું શટર તોડી માલ સામાનની ચોરી કરતો તસ્કર સીસીટીવી માં કેદ પોલીસે તપાસ શરૂ કરી

જસદણ શહેરની મૅઇનબજારમાં ટાવર ચોક પાસે શાલીમાર નામની દુકાનમાં આજે વહેલી સવારે અજાણ્યા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, વહેલી સવારે લગભગ 4:00 વાગ્યા આસપાસ તસ્કરોએ બંધ દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનના શટર પર લગાવેલા તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં રહેલી પ્લાસ્ટિક સહિતની કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરીને તસ્કરો નાસી છૂટયા હતા. સવારે જ્યારે દુકાનદાર પોતાની દુકાને આવ્યા ત્યારે શટરના તાળા તૂટેલા જોઈ તેમને ચોરી થયાની જાણ થઈ હતી, જેથી તેમણે તાત્કાલિક જસદણ પોલીસનો સંપર્ક કર્યો હતો.

ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજમાં એક અજાણ્યો શખ્સ સ્પષ્ટપણે કેમેરામાં દેખાઈ રહ્યો હતો. જસદણ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે લઈને તેના આધારે અજાણ્યા તસ્કરને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.