error: This Content is protected !!

જસદણનાં આટકોટ રોડ વિસ્તારમાં ગુમ સગીર પુત્રીની ભાળ ન મળતાં હતાશ પિતનૉ ઝૅર પી આપઘાતનો પ્રયાસ

કારખાના માં સાથૅ કામ કરતૉ શખ્સ સગીર વયની દીકરી નૅ ભગાડી ગયાની શંકા વ્યક્ત કરવામાં આવી છૅ

 

જસદણ શહેર ના આટકોટ રોડ વિસ્તારમાં સગીર વયની દીકરી છેલ્લા બે મહિનાથી ગુમ હોવાથી અને પોલીસ તપાસમાં કોઈ પત્તો ન લાગતાં હતાશ થયેલા પિતાએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.બાદમાં તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જસદણના આટકોટ રોડ કે.જી.કે. ડાયમંડ વિસ્તાર નજીક રહેતા અને છૂટક મજૂરી કામ કરતા સંજયભાઈ કડવાભાઈ વડોદરા (ઉ.વ.45) એ ગત રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી.ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સંજયભાઈની સગીર વયની દીકરી છેલ્લા બે મહિનાથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ છે. જે-તે સમયે દીકરી જે કંપનીમાં કામ કરતી હતી, ત્યાં જ સાથે કામ કરતો એક શખ્સ તેને ભગાડી ગયો હોવાની જાણ પરિવારને થઈ હતી. જો કે દીકરી ગુમ થયાને બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં તેનો કોઈ પત્તો ન લાગતાં પિતા સંજયભાઈ ભારે માનસિક તણાવ અને દુઃખમાં સરી પડ્યા હતા. આ આઘાત સહન ન થતાં આખરે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.