error: This Content is protected !!

તેરા તુજકો અર્પણ અંતર્ગત CEIR” પોર્ટલની મદદથી જસદણ પૉલીસૅ ૧૫ દિમાં ગુમ ૫ મોબાઇલ સૉધી મૂળ માલિકોને પરત કર્યા

જસદણ પોલીસ દ્વારા છેલ્લા ૧૫ દિવસ દરમિયાન ગુમ થયેલા કુલ ૫ મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મેળવી છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂપિયા ૧,૦૭,૯૮૮/- જેટલી થાય છે. જસદણ પોલીસ દ્વારા ટેક્નોલોજીની મદદથી શોધી કાઢવામાં આવેલા તમામ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને પરત સોંપવામાં આવ્યા છે.

રાજકોટ રેન્જ પોલીસ મહાનીરીક્ષકશ્રી નિલીપ્ત રાય તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી વિજયસિંહ ગુર્જર નાઓએ સરકારશ્રીના CEIR પોર્ટલનો વધુમા વધુ ઉપયોગ કરી નાગરીકોના ગુમ/ચોરાયેલ મોબાઈલને રીકવર કરવા સુચના કરેલ હોય જે અનવ્યે મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ડૉ.નવિન ચક્રવર્તી જસદણ નાઓના માર્ગદર્શન હેઠળ, પો.ઇન્સ શ્રી જે.પી.ગોસાઇ નાઓને મોબાઇલ ગુમ અરજીઓના કામે ગુમ થયેલ મોબાઇલો શોધી કાઢવા સારૂ ટેકનીકલ નુ કામ કરતા પોલીસ માણસોને જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલ જે આધારે જે અરજીઓની તપાસ કરી તેમજ ટેકનીકલ માહીતી મેળવી જે આધારે અલગ-અલગ કુલ-૫ મોબાઇલો શોધી કાઢી અરજદારો ને પરત સોપવામાં આવ્યા હતા