error: This Content is protected !!

વૉટ્સએપમા ફરતા મેસેજ ભ્રામક PIB ફેક્ટ ચેકે આપી સ્પષ્ટતા કેન્દ્ર સરકાર વોટ્સએપ કોલ અને ચેટ મોનિટર કરે છે' નો દાવો તદ્દન ખૉટૉ હંબક વાહીયાત

કેન્દ્ર સરકારે કોઈ નવી ગાઈડલાઈન જારી કરી નથી બ્લુકે રેડ ટિકના આધારે કાનૂની કાર્યવાહીની વાત માત્ર અફવા બૅબુનિયાદ હોવાની સ્પષ્ટતા 

 

છેલ્લાં કેટલાક દિવસોથી વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકારે વોટ્સએપ કોલ્સ અને ચેટ્સ માટે નવા નિરીક્ષણ નિયમો લાગું કરી દીધાં છે. આ મેસેજમાં યુઝર્સને એવો પણ ડર બતાવવામાં આવી રહ્યો છે કે તેમની વાતચીત પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અમુક ખાસ પ્રકારનાં ટિક માર્ક મળવાનાં આધારે તેમની સામે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.

જોકે, આ વાયરલ મેસેજ સંપૂર્ણપણે નકલી અને ભ્રામક સાબિત થયો છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) ના ફેક્ટ ચેક યુનિટે આ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરીને આ દાવાને ફેક ગણાવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વોટ્સએપ ચેટ્સ કે કોલ્સની ચોકીદારી માટે આવી | કોઈ પણ નવી માર્ગદર્શિકા કે આદેશ જારી કરવામાં આવ્યાં નથી, તેથી યુઝર્સે આવી અફવાઓ પર વિશ્વાસ કરવો જોઈએ નહીં.વાયરલ મેસેજમાં ટિક માર્કના રંગોને લઈને પણ અજીબોગરીબ દાવા કરવામાં આવ્યાં હતાં. જેમાં જણાવાયું હતું કે ત્રણ બ્લુ ટિકનો અર્થ સરકાર દ્વારા મેસેજની નોંધ લેવાઈ છે, અને બબ્લુ સાથે રેડ ટિક આવે તો સરકાર યુઝર સામે પગલાં લઈ શકે છે કે કોર્ટનું સમન્સ આવી શકે છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું છે કે વોટ્સએપમાં ત્રણ ટિક કે રેડ ટિક જેવી કોઈ વ્યવસ્થા જ નથી અને આ વાતનો સરકાર સાથે કોઈ સંબંધ નથી.વોટ્સએપ તેના દરેક મેસેજ અને કોલ્સ માટે 'એન્ડ-ટુ-એન્ડ

એન્ક્રિપ્શન' તકનીકનો ઉપયોગ કરે છે, જેનો અર્થ એ થાય છે કે મેસેજ મોકલનાર અને મેળવનાર સિવાય કોઈ પણ ત્રીજી વ્યક્તિ (સરકાર કે પોતે વોટ્સએપ કંપની પણ) આ ચેટ વાંચી કે સાંભળી શકતી નથી. તેથી આ પ્રકારનાં પાયાવિહોણા મેસેજથી ગભરાવાની જરૂર નથી અને ચકાસણી કર્યા વગર આવા ખોટા મેસેજ અન્ય લોકોને ફોરવર્ડ ન કરવાની અપીલ કરવામાં આવી છે