error: This Content is protected !!

જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ વિંછીયા ના જનપ્રશ્નો રજુ કર્યા વહેલી તકે ઉકેવા જિલ્લા કલેકટર ડૉ ઓમ પ્રકાશની ખાતરી

આટકોટ ગોંડલ સ્ટેટ હાઇવે ની સ્થિતિ વિછીયામાં કોમ્યુનિટી હોલ જસદણના પારેવાળામાં રમતગમતનુ મૅદાન આંબરડી સોમલપર માં પાઇપલાઇન અજમેરના વિજ પ્રશ્નો રજૂ કર્યા

 

 

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો અને સરકારી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે જરૂરી પગલાં લઈ સમયસર ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં 

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રશ્નોમાં આટકોટ-ગોંડલ સ્ટેટ હાઈવેની ક્ષતિગ્રસ્ત સ્થિતિ સુધારવા અંબારડી અને સોમલપરડેમની પાઈપલાઈનનું સમારકામ કરવા વિંછીયા ગામે કમ્યુનિટી હોલનું નિર્માણ કરવા અજમેર ફીડરમાં નિયમિત વીજપુરવઠો મળે તેવી વ્યવસ્થા કરવા અને જસદણ તાલુકાના પારેવાળા ગામે રમતગમતના મેદાનની ફાળવણી કરવા જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે 

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળીયા સહિત ના જન્મ પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારોના પ્રશ્નો રજૂ કર્યા હતા 

તથા અન્ય મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર ડો. ઓમ પ્રકાશે સંબંધિત અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે જરૂરી કાર્યવાહી કરવા અને વિકાસલક્ષી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી