error: This Content is protected !!

ભાડલા રાજકોટ રૂટની એસટી બસમા મહિલા નૅ પ્રસવ પીડા ઉપડતા ડ્રાઇવર કંડકટરની માનવતા બસ રોકી 108 મારફત હોસ્પિટલ પહોંચાડ્યા

જસદણ ભાડલા રાજકોટ રૂટની બસના ડ્રાઇવર જયરાજભાઇ

જેબલીયા એ જસદણથી બસ લઈ નિત્ય સમયે જઈ રહ્યા હતા ત્યારે એક મુસાફર સરધાર થી બેઠા હતા તે બહેનના પેટમાં દુઃખાવો થતા કન્ડકટર રક્ષાબેનને કહેલ મને પેટમાં દુઃખાવો થાય છે રક્ષાબેનને ખ્યાલ આવી ગયૉ કે આ બેન પ્રેગનેટ છે અને એમને ડિલિવરીનો જ દુઃખાવો છે થોડો પણ સમય બગાડયા વગર જ બસ ઉભી રખાવીને ડ્રાઇવર જયરાજભાઈ જેબલીયા એ તરત ૧૦૮ને ફોન કરીને જણાવેલ કે મારી એસ.ટી બસમાં આવું બન્યું છે અને સરધારની ૧૦૮ નૅ જાણ કરવાથી ખુમાણ અજીતભાઈ પાઈલોટ અને પારંગી મેડમ આવેલ અને તે મુસાફરને

ડિલિવરીનો સમય હોઈ તેવું જણાવેલ અને રાજકોટ હોસ્પિટલૅ આગળની સારવાર કરવા રવાના કરેલ હતા