હડમતીયા ગામે દારૂના કટીંગ વખતે જ વીંછીયા પોલીસ ત્રાટકી 686 પેટી દારૂ સાથે રૂ,1.07 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે, આરોપીઓ ફરાર
વીંછિયા પોલીસની ટીમે હડમતીયા ગામની સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતૉ
બનાવની જાણવા મળતી પ્રાપ્ત વિગત મુજબ, વિંછીયા તાલુકાના મોટા હડમતીયા ગામની સીમમાં દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે વીંછિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.સી. ડામોરના માર્ગદર્શન હેઠળ એલ.ડી. પો.સબ.ઇન્સ્પેક્ટર મેઢા તથા સર્વેલન્સ સ્ટાફે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ટાટા ટ્રક રજી. નં. GJ 12 BV 9463 અને અશોક લેલન્ડ ટ્રક રજી.
નં. GJ 27 TF 9001 માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂની 868 પેટીઓ, અંદાજિત રૂ. 57.47 લાખનો દારૂ તેમજ રૂ. 50 લાખ કિંમતના બંને ટ્રકો મળી કુલ રૂ. 1,07,47,728નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે બંને વાહનચાલકો તેમજ દારૂ મોકલનાર, મંગાવનાર અને તપાસ દરમિયાન ખુલનારા અન્ય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.