error: This Content is protected !!

જસદણના લાતી પ્લોટ માથી ૨૮ હજારના ૫૭૭ ગ્રામ ગાંજા સાથે દૅવદાન દેવીપૂજક ઝડપાયો બાતમીના આધારે પોલીસનૉ દરોડો

જસદણના લાતી પ્લોટ

ગોખલાણા રોડ પર આવેલી સાત ડેરી પાસે રહેતા એક શખ્સના ઘરે ગેરકાયદેસર નશીલા પદાર્થનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની સચોટ માહિતી જસદણ પીઆઇ જે પી ગોસાઈ તથા ટીમને મળી હતી બાતમીના આધારે પોલીસ કાફલાએ તાત્કાલિક દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીના રહેણાંક મકાનમાંથી રૂ.૨૮ હજારનો ૫૭૭ગ્રામ શંકાસ્પદ પ્રતિબંધિત વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો.

પોલીસ તપાસમાં આ પદાર્થ વનસ્પતિજન્ય લીલો ભેજયુક્ત ગાંજો હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે સ્થળ પરથી ૧૯ વર્ષીય દેવદાન રમેશભાઈ 

મકવાણા નામના દેવીપુજક શખ્સની અટકાયત કરી છે. આરોપી પોતાના ઘરે આ ગેરકાયદેસર કેફી પદાર્થ રાખી તેનું વેચાણ અથવા હેરાફેરી કરતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. પોલીસે ગુન્હા વાળી જગ્યાએથી તમામ મુદ્દામાલ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી જપ્ત કર્યો છે.

આ મામલે જસદણ પોલીસે આરોપી દેવદાન મકવાણા વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી તેની વિધિવત ધરપકડ કરી છે. આ માદક પદાર્થનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કેટલા ઈસમો સામેલ છે, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.