error: This Content is protected !!

જસદણના પારેવાળા ગામે નસીબ આધારિત હરજીતનો જુગાર રમતા પાંચ બાજીગરોને ભાડલા પોલીસે ઝડપી લીધા

જસદણ તાલુકાના પારેવાળા ગામે ભાદર નદીના કાંઠે નસીબ આધારિત હારજીતનો જૂગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને ને ભાડલા પૉલીસૅ ઝડપી લીધા હતા પ્રાપ્ત વિગત મુજબ

જસદણ તાલુકાના પારેવાળા ગામે ભાડલા પૉલીસૅ રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા ૫ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી

ભાડલા પોલીસે પારેવાળા ગામે દેવપરા ગામ જવાના રસ્તે ભાદર નદીના કાંઠે પ્રભાતભાઇ લાલુભાઇ રાઠોડની વાડીની શેઢા પાસે રેઈડ કરી જાહેરમાં જૂગાર રમતા વિલઠભાઇ વશરામભાઈ ઝરમરીયા ધંધો ખેતી જગદીશભાઈ જેરામભાઈ ઝરમરીયા ધંધો મજૂરી જેન્તીભાઇ સામતભાઇ ચાવડા ધંધો ખેતી ભરતભાઈ મોહનભાઈ હાંડા ધંધો ખેતી તથા રણછોડભાઈ ધીરૂભાઇ હાંડા ધંધો મજૂરી રહે.

રે. તમામ પારેવાળા ગામ તા. જસદણને રોકડા રૂા. ૧૩૪૨૦ અને ગંજીપતા સાથે પકડી પાડી જુગાર ધારા ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.