error: This Content is protected !!

કોટડા સાંગાણીમાં યુવતીને ભગાડી જવા મામલે પ્રેમીના ભાઈ પર ઘરમાં ઘુસી હિંચકારો હુમલો વાદીપરા સ્મશાન પાસેનો બનાવ

યુવક અને તેની પત્ની પર યુવતીના પરીજનો ધોકા પાઈપથી તૂટી પડયા, ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો એક મહિલા સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધાયો

 

 કોટડાસાંગાણીના વાદીપરા સ્મશાનની બાજુમા રહેતાં અજયભાઈ વલ્લભભાઈ મોરી (ઉ.વ.૨૬) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સાગર દેવજી ચૌહાણ, સાગરની પત્ની, રાહુલ દેવજી ચૌહાણ, વિજય વિનુ ચિરોડીયા, વિશાલ મનસુખ ચૌહાણ, ઘનશ્યામ હિરા ચૌહાણ,

અજય વિનુ ચિરોડીયા અને જયેશ વિઠ્ઠલ મકવાણા (રહે તમામ કોટડા સાંગાણી) નું નામ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે પીપલાણા જી.આઈ.ડી.સી.મા સ્નેક ડેકોર કારખાનામાં મજુરી કામ કરે છે. તે બે ભાઈઓ છે, જેમા સૌથી મોટો મોહીત છે જે અપરણીત છે તેનાથી નાનો પોતે છે. યુવકે ગામના કીશોરભાઈ માયાણીની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ છે. ગઈકાલે સવારના દસેક વાગ્યે યુવક તેના પત્ની તેમજ, સાસુ નીતાબેન, સાળો મેહુલ તથા ધર્મેશ ઘરે હાજર હતાં ત્યારે પત્ની ભાવના તથા સાળો મેહુલ તથા ધર્મેશ સહિતના ઇમીટેશનુ કામ

કરતા હતા ત્યારે ગામના સાગર ચૌહાણ, તેની પત્ની, રાહુલ ચૌહાણ તથા વિજય ચીરોડીયા ધોકા અને પાઈપ સાથે ઘસી આવેલ અને કહેવા લાગેલ કે, તારોભાઈ મોહીત અમારી બહેનને ત્રણ દીવસ પહેલા ભગાડી ગયેલ તે ક્યા છે તેને અમોને સોપી દયો તેમ કહેતા તેઓને કહેલ કે, મારો ભાઈ તેણીને કયા લઇ ગયેલ છે, તેની મને ખબર નથી.

જે વાતથી આરોપીઓ ઉશ્કેરાય ગયેલ અને લ ગાળો આપી મારા મારી કરવા લાગેલ જેથી સાળો મેહુલ, ધર્મેશ તથા સાસુ ત્યાથી એકદમથી તેમના ઘરે જતા રહેલ અને વિજયે પગમા અને પીઠમાં ઘા મારવા લાગેલ હતાં. પત્ની છોડાવા આવતા પત્નીને

આ સાગરની પત્ની ઢીકા પાટુના મુંઠ માર મારેલ અને થોડીવારમાં ત્યા ગામનો વિશાલ ચૌહાણ, ઘનશ્યામ ચૌહાણ, અજય ચીરોડીયા તથા જયેશ મકવાણા પણ ઘસી આવેલ હતા અને તેઓ પણ ગાળો આપી, મ ધોકાના ઘા ફટકારવા લાગેલ હતાં.

યુવકને પગમા લોહી નીકળવા લાગતા આ લોકો ત્યાથી જતા રહેલ હતા અને કહેતા હતા કે, અમારી પુત્રીને તુ ગમે ત્યાથી હાજર કરી દેજે નહિતર હવે તને જાનથી મારી નાખીશુ તેમ કહી ત્યાથી જતા રહેલ હતા. બાદમાં પત્નીએ ૧૦૮ મારફત ગોંડલ સરકારી હોસ્પીટલે સારવારમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી કોટડાસાંગાણી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.