error: This Content is protected !!

જસદણમા જયસુખ શંખાળવા સંચાલિત આલ્ફા નવોદય હોસ્ટેલમાં ડમી કોચિંગ સ્કૂલિંગ નેટવર્ક નો ભાંડો ફૂટ્યો

આલ્ફા સ્કૂલમાં ૬૯૭, ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ ખુલ્યું ૩૧ શહેરોના બાળકૉ ડમી તરીકે ભણતા હોવાનો ઘટસ્ફોટ શિક્ષણ જગત પર સવાલ ઉભા કરતું નેટવર્ક

 

 જસદણ શહેરનાં ચીતલીયા રૉડ સ્થિત આલ્ફા નવોદય હોસ્ટેલ સંકુલમાં ગત જૂન મહિનામાં ધોરણ ૫ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની બાળકી આયુષી બલદાણીયાના રહસ્યમય મોતની ઘટનાની તપાસ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આલ્ફા સંકુલમાં ચાલતા એક મોટા 'ડમી કોચિંગ અને સ્કૂલિંગ' નેટવર્કનો ભાંડો ફૂટ્યો છે.

શિક્ષણ વિભાગના સત્તાવાર રિપોર્ટ અનુસાર, આ સંકુલમાં રહીને નવોદય અને સૈનિક શાળાની તૈયારી કરતા રાજ્યના ૩૧ શહેરોની શાળાઓના ૬૯૭ વિદ્યાર્થીઓ અહીં ડમી તરીકે ભણતા હોવાનો સળગતો ઘટસ્ફોટ થયો છે. આ અંગેનો વિગતવાર અહેવાલ ગાંધીનગર રાજ્ય

પ્રાથમિક શિક્ષણ નિયામકને સોંપવામાં આવ્યો છે.

મહુવાના મોટા જાદરા ગામના વતની રમેશભાઈ બલદાણિયાએ પોતાની પુત્રી આયુષીને ગત ૨૭એપ્રિલે આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં મોકલી હતી. આયુષીને અછબડા અને

અતિશય તાવ હોવા છતાં શાળાના સંચાલકોએ પરિવારને સમયસર જાણ કરી ન હતી અને યોગ્ય તબીબી સારવાર પણ ન આપી.

૨૪ જૂનના રોજ બાળકીની સ્થિતિ અત્યંત નાજુક બનતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પિતાના આક્ષેપો અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની તપાસ બાદ જસદણ પોલીસે આલ્ફા સ્કૂલના સંચાલક ટ્રસ્ટી જયસુખ શંખાળવા અને હિરેન શંખાળવા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS ની કલમ ૧૦૫ સાપરાધ મનુષ્યવધ અને ૫૪ હેઠળ

ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. હાલ સ્કૂલ અને હોસ્ટેલ એક મહિના માટે બંધ કરી દેવાયા છૅ

આલ્ફા કોચિંગ કલાસમાં બાળકોને હોસ્ટેલમાં રાખવા ફરજિયાત હતા. અહીં વિદ્યાર્થીઓ વર્ષો સુધી રહીને પરીક્ષાની તૈયારી કરતા હતા, જ્યારે સરકારી ચોપડે તેમના નામ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓની શાળાઓમાં બોલતા હતા અને ત્યાં તેમની ઓનલાઈન હાજરી પણ પુરાતી હતી શિક્ષણ જગત પર સવાલો ઉભા કરતું આ નેટવર્ક છેલ્લા બે

શૈક્ષણિક વર્ષથી પૂરજોશમાં ચાલી રહ્યું હોવાનું ખુલવા પામ્યુ છે. આલ્ફા સંકુલમાં વર્ષ ૨૦૨૫-૨૬ માં ૨૫૦ અને વર્ષ ૨૦૨૬-૨૭ માં ૪૪૭ મળીને

રાજયની ૩૧ શાળાના કુલ ૬૯૭બાળકો ગેરકાયદેસર રીતે ડમી તરીકે અભ્યાસ કરતા હોવાનું બહાર આવ્યું છે