error: This Content is protected !!

હવે એક ક્લિક પર ગુજરાત બનશે હરિયાળું મૉ, ૮૩૨૦૦ ૦૨૦૦૦ પર મિસ્ડ કોલ કરી સરકારી નર્સરીની વિગતો સાથૅ ટૉકન દરૅ રોપા મેળવો

એક પેડ માં કૅ નામ અભિયાનનૅ વૅગ ઍક ક્લિક કરી નર્સરીનાં ગૂગલ મેપ લોકેશન સહિતની તમામ વિગતો ઉપલબ્ધ વન મંત્રી અર્જુન મોઢવાડિયા 

 

નાગરિકો હવે માત્ર એક મિસ્ડ કોલ અથવા વોટ્સએપ પર ‘Hi’ લખીને પોતાના નજીકની સરકારી નર્સરીની વિગતો આંગળીના ટેરવે મેળવી શકશે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા નાગરિકો માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વેગ આપવા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યને હરિયાળું બનાવવાના ઉદ્દેશ્યથી વન વિભાગ દ્વારા ‘૮૩૨૦૦ ૦૨૦૦૦’ હેલ્પલાઈન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. 

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ ડિજિટલ સિસ્ટમ થકી નાગરિકોને એક એસ.એમ.એસ.માં લિંક મળશે, જેના પર ક્લિક કરતાં જ સંબંધિત વિસ્તારની નર્સરીનું ચોક્કસ ગૂગલ મેપ લોકેશન, સંપર્ક વિગતો અને વન અધિકારીઓની માહિતી સ્ક્રીન પર ઉપલબ્ધ થઈ જશે.

નાગરિકો તેમજ સંસ્થાઓ સરકારી નર્સરીમાંથી નજીવી કિંમતે અથવા નિયમોનુસાર વિનામૂલ્યે ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોપાઓ મેળવી શકે છે. રોપાની સાઈઝ અને પ્રકારના આધારે માત્ર રૂ. ૦૫થી લઈને રૂ. ૧૫ સુધીની ટોકન કિંમતે આ રોપાઓ ખરીદી માટે ઉપલબ્ધ કરાવાયા છે. આ ઉપરાંત, વન વિભાગ દ્વારા વન્યજીવોના સંરક્ષણ અને રેસ્કયૂ કામગીરી માટે ૨૪×૭ કાર્યરત ‘૧૯૨૬’ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર પણ સક્રિય રાખવામાં આવ્યો છે, જેના પર નાગરિકો વન્યજીવ ઈમરજન્સી કે અન્ય ફરિયાદો અંગે કોઈપણ સમયે સંપર્ક કરી સહયોગ મેળવી શકે છે