error: This Content is protected !!

જસદણના કાસલોલિયાની ધોળીયો સીમના ખરાબામાં એલસીબી નો દરોડો ૯ જુગારીઓ ઝડપાયા

નવ મોબાઈલ ગંજીપાના બાવન પાના રૉકડ રકમ સાથે ₹1,23, લાખનો મુદ્દામાલ જપ્ત

 

રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જસદણ નજીક કાસકોલીયા ગામની ધોળીયો સીમ વિસ્તારમાં જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર સફળ દરોડો પાડી 9 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, ગંજીપતાના પત્તા અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,23,150નો મુદ્દામાલ કબજે કર્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ, એલસીબી રાજકોટ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ ગટોરભાઈ ગોહિલ તથા સ્ટાફ જસદણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન આંબરડી ગામના બસ સ્ટેશન નજીક ખાનગી બાતમી મળી હતી કે કાસકોલીયા ગામની ધોળીયો સીમમાં આવેલ રવિભાઈ લાલજીભાઈ ઝાપડીયાની વાડી પાસે જાહેર ખરાબામાં કેટલાક લોકો હાથબત્તીના અજવાળે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે.બાતમીના આધારે પંચોને સાથે રાખી પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. ત્યાં નવ શખ્સો ગોળ કુંડાળું વળી તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપતાના 52 પત્તા, રોકડ રૂ.63,150 તથા 9 મોબાઇલ ફોન મળી કુલ રૂ.1,23,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો પકડાયેલા આરોપીઓમાં વિજયભાઈ ભનાભાઈ ઝાપડીયા, રોહિતભાઈ બાબુભાઈ ઝાપડીયા, હરદીપભાઈ આલાભાઈ બાલસરા, મેહુલભાઈ મનજીભાઈ બાવળિયા, ભાવેશભાઈ પ્રવિણભાઈ રાઠોડ, પ્રકાશભાઈ રાયધનભાઈ વાળા, અજયભાઈ રમેશભાઈ ઓતરાદિયા, બુધેશભાઈ ભુપતભાઈ સોલંકી તથા રમેશભાઈ નકાભાઈ શિયાળનો સમાવેશ થાય છે.

પોલીસે તમામ આરોપીઓ સામે ગુજરાત જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરોડાની કામગીરી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ દ્વારા પંચોની હાજરીમાં કરવામાં આવી હતી.