error: This Content is protected !!

જસદણના દેવપરામાં મહિલા સરપંચ ના પતિની બેલાની ખાણ પર પોલીસનો દરોડો બેલા કટીંગ મશીન કબજે ભુમાફિયાઓમાં ફફડા

સફેદ સોના સમાન બૅલા ની ગેરકાયદેસર ખાણ ધમધમતી ઝડપી ખનીજ વિભાગે લીજ ચૉરી સહિતની તપાસ શરૂ કરી દંડ ફટકારવા તજવીજ 

 

 

જસદણ તાલુકાના દેવપરા ગામે ધમધમતી બેલાની ગેરકાયદેસર ખાણ પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને લાખોનો મુદામાલ કબજે લઈને સંબંધિત વિભાગને જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે બેલા કાપવાના પાંચ મશીન કબજે લીધા હતા અને ખનીજ ચોરી કેટલી થઈ છે તેનો તાળો મેળવી દંડ ફટકારવા સહિતની તજવીજ શરૂ કરાઈ છે. પોલીસે ખાણમાંથી બિનકાયદેસર રીતે બેલા કાપવા માટે ઉપયોગમાં લેવાતા 5 મશીન અને અન્ય સાધનો કબજે કર્યા હતા. પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત તપાસમાં જો નિયમોનો ભંગ અને રોયલ્ટી ચોરી સાબિત થશે, તો ગુનેગારોને કરોડોનો દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ થતાં ભૂમાફિયાઓમાં આ ફફડાટ વ્યાપી ગયો છે.દેવપરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ વિનુ ગોરધન સદાદીયા છેલ્લા ઘણા વર્ષોથી બેલાનું ગેરકાયદેસર ખનન કરી રહ્યૉ હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા હતા. આ મામલે સ્થાનિક સ્તરે અવારનવાર રજૂઆતો બાદ જસદણ પોલીસે આખરે સપાટો બોલાવ્યો હતો. પોલીસે ખાણકામ સાથે સંકળાયેલા દસ્તાવેજો અને જરૂરી મંજૂરીઓ છે કે નહીં તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ફરિયાદ નોંધવા તેમજ દંડ ફટકારવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે. હાલ કાગળો અને મંજૂરીઓની તપાસ ચાલી રહી છે.