error: This Content is protected !!

જંગવડમા કૅનાલ કાઠૅ પીપળાના ઝાડ નીચે તીન પતી રોન રમતા સાત શખ્સો ઝડપાયા બે ફરાર

આટકોટ પોલીસે ગંજી પાના મોબાઈલ રોકડ સહિત ₹એક લાખ 27 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી

 

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ એલસીબી દ્વારા જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવતી ઝુંબેશ અંતર્ગત આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગવડ ગામની હડીયો સીમ વિસ્તારમાં સફળ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. એલસીબી સ્ટાફ જુગાર સંબંધિત પેટ્રોલિંગ અને વોચ કામગીરીમાં હતો તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જંગવડ ગામની સીમમાં ભરતભાઈ ધનજીભાઈ રંગાણીની વાડી પાસે કેનાલ કાંઠે પીપળાના ઝાડ નીચે જાહેરમાં કેટલાક શખ્સો ગંજીપતાના પાનાં વડે પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસ નામનો નસીબ આધારિત જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળી હતી.

માહિતીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડી કુલ 7 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે બે શખ્સો પોલીસને જોઈ સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન તથા જુગારમાં ઉપયોગમાં લેવાતા ગંજીપતાના પાનાં સહિત કુલ રૂ. 1,27,670 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઝડપાયેલા આરોપીઓમાં 

અશોકભાઈ બટુકભાઈ બાવળીયા, રહે. જસદણ

વિમલભાઈ ખીમજીભાઈ રોજાસરા, રહે. નાની લાખાવાડ

રણછોડભાઈ ભીખાભાઈ વાઘાણી, રહે. ગઢડીયા

રાજુભાઈ લઘુભાઈ રોજાસરા, રહે. નાની લાખાવાડ

શિવુભા કાળુભા રાયજાદા, રહે. આટકોટ (કૈલાશનગર)

ભરતભાઈ ધનજીભાઈ રંગાણી, રહે. જંગવડ સંજયભાઈ વિરજીભાઈ પરમાર, રહે. ગઢડીયા નાસી છૂટનાર શખ્સો ભુરાભાઈ કાળુભાઈ ડાભી, રહે. જંગવડ તથા કાળુભાઈ ફરાર થઈ ગયા હતા કબજે કરાયેલ મુદ્દામાલ રોકડા રૂપિયા : ₹1,07,170 મોબાઈલ ફોન નંગ-5 : ₹20,500 ગંજીપતાના પાનાં : 52 નંગ કુલ મુદ્દામાલ : ₹1,27,670 મુદ્દામલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી