કોટડાસાંગાણીના પ્રોહિબિશન કેસમાં નાસ્તા ફરતા આરોપીનૅ જસદણ નવા ડેપો પાસેથી એલસીબીએ ઝડપી પાડ્યો
કોટડા ઉપરાંત રાજકોટ ગાંધીગ્રામ ચોટીલા પોલીસ મથકમાં
આરોપી સામે અગાઉ દારૂ જુગાર ધારા ના 4 ગુના નોંધાયેલા છે
રાજકોટ રૂરલ એલસીબી એ કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના માં નાસ્તા ફરતા આરોપીને જસદણના નવા બસ સ્ટેન્ડ પાસેથી થી ઝડપી પાડયો છે.રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વોન્ટેડ આરોપીઓને પકડવા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે જસદણના નવા બસ સ્ટેશન વિસ્તારમાંથી ભાવેશભાઈ ઉર્ફે ટાઈગર વિનુભાઈ મેટાળીયા રહે. પાંચવડા, તા. ચોટીલા, પોલીસ તપાસમાં ઝડપાયેલ ભાવેશભાઈ ઉર્ફે ટાઈગર સામે અગાઉ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકે પ્રોહિબિશનનો તેમજ. ચોટીલા પોલીસ મથકે જુગારધારા, જી.પી. એક્ટ અને પ્રોહિબિશનના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.આરોપી કોટડાસાંગાણી પોલીસ મથકે પ્રોહિબિશન કલમ 65(ઈ) અને 81 હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી ફરાર હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે કોટડાસાંગાણી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે