error: This Content is protected !!

જસદણના જસાપરની નદીકાંઠે ચૅકડૅમમા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર રૂરલ એલસીબી નો દરોડો

420 લીટર દારૂ 1500 લીટર દૅશી દારૂ બનાવવાનો ગોળ લાટાનૉ આથો અન્ય સાધનો સહિત રૂ 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત

 

 જસદણ તાલુકાના જૂના જસાપર ગામ નજીક ચૅકડૅમ પાસૅ ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ કર્યો હતો. નદીકાંઠે આવેલી એક વાડી પાસે છૂપી રીતે ચાલતી આ ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડીને કેફી પ્રવાહી અને દારૂ બનાવવાનો સામાન જપ્ત કર્યો હતો.જૂના જસાપર ગામ પાસે નદીના ચૅકડૅમમા પાસૅ આવેલી વાડી નજીક દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ મોટા પાયે ચાલી રહી છે. જે બાતમીના આધારે LCBની ટીમે વહેલી સવારે વોચ ગોઠવીને અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસનો કાફલો જોઈને સ્થળ પર હાજર એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દારૂ બનાવવાના સાધનો, ઇલેક્ટ્રિક મોટર, પાણીના ટાંકા અને પાઈપો સહિત કુલ રૂપિયા 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 420 લીટર તૈયાર દેશી દારૂ જેવું કેફી પ્રવાહી ઝડપી પાડયું હતું. આ ઉપરાંત, દારૂ બનાવવા માટે તૈયાર રાખવામાં આવેલો આશરે 1,500 લીટર જેટલો કેમિકલયુક્ત આથો પણ મળી આવ્યો હતો, જેનો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે સ્થળ પર જ ઢોળીને નાશ કર્યો હતો. જપ્ત કરાયેલા કેફી પ્રવાહીના વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા માટે એફએસએલની મદદ લઈને જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા.