જસદણના નવાગામ પ્રતાપપુરની પરિણીતાએ લૉભીયા દહેજ ભૂખ્યા લાલચુ પતિ દિયર સાસુ સસરા સામે માનસિક ત્રાસ આપ્યાની આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી
ધન લોભીયોને ગરીબ માવતરની દીકરીએ કટકૅ કટકૅ રૂ 1 લાખ આપ્યા છતાં લોભી દંભી સાસરીયાઓનૅ સંતોષ ન થયો ને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી
જસદણ ના નવાગામ પ્રતાપપુર માવતર ધરાતી ઍક પુત્રની માતા સારિકાબેન એ દહેજ ભૂખ્યા લૉભીયા સાસરિયાઓના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આખરે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જસદણ તાલુકાના નવાગામ પ્રતાપપુરની ની સારિકાબેન વિનુભાઈ પારખીયા ઉ.વ.25 ના લગ્ન પાંચ વર્ષ પૂર્વે જસદણના સાણથલી ગામે વિજયભાઈ મનુભાઈ વેકરીયા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને ચાર વર્ષનો એક પુત્ર પણ છે. લગ્નના માત્ર ત્રણ મહિના બાદ જ દહેજ લાલચુ સાસરિયાઓએ પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું હતું અને દહેજની માંગણી સાથે માનસિક યાતના આપવાનું શરૂ કર્યું હતું.
ફરિયાદ મુજબ, પરિણીતાએ અગાઉ કટકે-કટકે પોતાના ગરીબ માતા-પિતા પાસેથી 25 હજાર, 50 હજાર અને રૂ.1 લાખ જેવી મોટી રકમ લાવીને સાસરિયાઓને આપી હતી. આમ છતાં, લૉભી લાલચુ સાસરિયાઓની ધન લાલચ ઓછી થઈ ન હતી. પરિણીતાના પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં વધુ રૂપિયાની માંગણી ચાલુ રાખવામાં આવતી હતી.સતત વધતા જતા માનસિક ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયેલી સારિકાએ વિજયભાઈ વેકરીયા પતિ મનુભાઈ ગોવિંદભાઈ વેકરીયા સસરા કાંતાબેન વેકરીયા સાસુ સંજય વેકરીયા દિયર સામે આટકોટ પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. આટકોટ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે દહેજ પ્રતિબંધક ધારા અને માનસિક ત્રાસ આપવા અંગેની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.