વિંછીયાના હાથસણી ગામે દિવાલના છાંયે નસીબ આધારિત હારજીતનો જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
વિંછિયા તાલુકાના હાથસણી ગામે દિવાલના છાંયે નસીબ આધારિત હરજીતનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી મળતી માહિતી મુજબ વીંછીયા પોલીસ મથકના પીઆઇ એ.સી.ડામોરની રાહબરીમાં ટીમે હાથસણી ગામમાં રહેતા દલપત સોલંકીના મકાન પાસે દીવાલના છાયામાં જુગાર રમતા પોપટ તળશી ગોહિલ, રમેશ ગોકળ સોલંકી, દલપત શામજી સોલંકી, રશીક મોહન ડેરવાળીયા, હરેશ વલ્લભ સદાદીયા અને ભરત હરજી સદાદીયાને પકડી રોકડ રૂ. 17,320 કબજે કરી જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.