error: This Content is protected !!

કોટડાસાંગાણીના વડિયા ગામે તસ્કરો ત્રાટક્યા બંધ મકાનમાંથી રૂ. ૭.૮૨ લાખની ચોરી કરી મવાલીઓ છું પોલીસે તપાસ આદરી

વૃધ્ધ દંપતી રાજકોટ રહેતા પુત્રના ઘરે આંટો મારવા ગયાં અને પાછળથી તસ્કરોએ હાથ ફેરો કરી લીધોઃહ સોના-ચાંદીના દાગીના, જુના ચલણી સિક્કા અને રોકડ રકમ ઉસેડી ગયા

 

 

કોટડાસાંગાણીના વડિયા ગામે તસ્કરો ત્રાટકયા હતાં. વૃદ્ધ દંપતી રાજકોટ રહેતા પુત્રના ઘરે રોકાવા ગયા બાદ પરત ઘરે આવતા ચોરી થયાનું માલુમ પડયું હતું. તસ્કરોએ બંધ મકાને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સહિત રૂ. ૭.૮૨ લાખની મત્તા ચોરી કરી ગયાનો બનાવ સામે આવતા જ કોટડાસાંગાણી પોલીસ, એલસીબી સહિતની ટીમોએ તપાસ આદરી હતી.બનાવ અંગે કોટડાસાંગાણીના વડિયા ગામે શિવ મંદિર પાસે રહેતા પ્રવિણસિંહ મંગળસિંહ જાડેજા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ

પરિવાર સાથે રહે છે અને નિવૃત્તિનું જીવન પસાર કરે છે તેમને સંતાનમાં બે પુત્ર છે. જેમાં મોટો પુત્ર દિગ્વિજયસિંહ ગોંડલમાં જ્યારે નાનો પુત્ર યુવરાજસિંહ રાજકોટ રહે છે. હાલમાં વડીયા ગામે તે તથા તેમના પત્ની છોટુબા બંને રહે છે.ગઈ તા.૧૮ ના સાંજના સાતેક વાગ્યે આસપાસ તે તથા તેમના પત્ની રાજકોટ રહેતા નાના પુત્ર યુવરાજ સિંહના ઘરે રોકાવા માટે ગયા હતા. બાદમાં તા.૨૫ ના સાંજના આઠેક વાગ્યે અને ઘરે પરત ફરતા દરવાજો ખોલવા જતા નકુચો તૂટેલો હતો અને દરવાજામાં મારેલું તાળું પણ જોવા મળ્યું ન હતું. ત્યારબાદ ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો. કબાટમાં તિજોરીનું ખાનું પણ ખુલ્લું હોય અને બધી વસ્તુઓ વેરવિખેર હાલતમાં પડી હોય ચોરી થયા અને માલુમ પડ્યું હતું.ઘરમાં તપાસ કરતા કબાટમા તિજોરીમાંથી સોનાના ઘરેણા રૂ.૬.૬૨ લાખ તથા ચાંદીની નાનીમોટી ચીજ. વસ્તુ રૂ.૬૦ હજાર, જુના ચલણી સિક્કા તથા રોકડ રૂ.૫૮ હજાર મળી કુલ કુલ રૂ.૭.૮૨ લાખની મત્તા તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી ઉસેડી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ અંગે ફરિયાદ નોંધાવતા કોટડા સાંગાણી પોલીસે ગુનો નોંધી બંધ મકાનને નિશાન બનાવનાર તસ્કરોના સગડ મેળવવા તપાસ શરૂ કરી છે.