error: This Content is protected !!

જસદણના કમળાપુરની સાપરા સીમમાં વાડીની ઑરડી પાછળ લેમ્પ ના અજવાળે જુગાર રમતા નવ શખ્સોને ભાડલા પોલીસે ઝડપી પાડ્યા

જસદણના કમળાપુર ની સીમમાં નસીબ આધારિત હાર જીતનો જુગાર રમતા નવ શખ્સોને ભાડલા પોલીસે ઝડપી પાડી અને જરૂરી કાર્યવાહી કરી હતી ભાડલા પોલીસે કમળાપુર ગામની સીમમાં રાત્રીના લેમ્પના અજવાળે જુગાર રમતા નવ શખસોને ઝડપી લીધા હતાં જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ભાડલા પોલીસ મથકના સ્ટાફૅ કમળાપુર ગામની સાપરા સીમ વિસ્તારમાં આવેલી કાળુભાઈ બાંભણીયાની વાડી પાસે ઓરડી પાછળ લેમ્પના અજવાળે જુગાર રમતા નવ

શખસોને ઝડપી લીધા હતાં. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં વનરાજ વિઠ્ઠલભાઈ મેર, પ્રકાશ ધીરૂભાઈ મેશ, અશ્વિન હિરાભાઈ મેર, હંસરાજ ધીરૂભાઈ મેર, જેન્તી દેવજીભાઈ કાસડીયા, વિપુલ હમીરભાઈ મેર, બળવંત ધીરૂભાઈ મેર, વિપુલ રમેશભાઈ વાઘાણી અને મનસુખ આંબાભાઈ બાંભાણીયાનો સામાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૨૨,૧૫૦ કબજે કરી આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.