જસદણના ગોડલાધાર ગામે હાઈટેન્શન ટાવર મામલે ખેડૂતોનો વિરોધ બ્રિજરાજ સોલંકી અને પોલીસ વચ્ચે રકજક
જસદણ તાલુકાના ગોડલાધાર ગામે જેટકો કંપની દ્વારા હાઈટેન્શન વીજ લાઈન માટે ટાવર ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેમના ખેતરોમાં યોગ્ય વળતર ચૂકવ્યા વગર અને જરૂરી પરવાનગીઓની પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના ટાવર ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છૅ આ અંગેની જાણ થતા જ કોળી સમાજના યુવા આગેવાન યુવા ખેડૂત અગ્રણી બ્રિજરાજ સોલંકી સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પોલીસ અને બ્રીજરાજ સોલંકી વચ્ચે રકજક થઈ હતી મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો બ્રિજરાજ સોલંકીએ ટાવર ઊભા કરવાની કામગીરી અટકાવી દીધી હતી. તૅનુ કહેવું છે કે જ્યાં સુધી યોગ્ય વળતર અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાના ખેતરોમાં હાઈટેન્શન ટાવર ઊભા કરવા નહીં દે વિરોધની જાણ થતાં જસદણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો બીજરાજ સોલંકી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ ભુવન વિડિયો સામે આવ્યા છે