error: This Content is protected !!

વિંછીયાના ભડલી ગામૅ પતિએ ઉધાર આપવાની ના પાડતા પત્ની પર પાઈપથી હમલો બાઇકમાં તોડફોડ

 મહિલાને બચાવવા આવેલા મહિલાના મામાના પુત્રના બાઇકમાં પાઇપના ઘા માર્યા સંજય મકવાણા સામે ગુનો નોંધાયો

 

વિંછિયા તાલુકાના ભડલી ગામે સંજય મકવાણા નામનો શખ્સ બેકામ બન્યો હતો. પરિણીતાને ગામમાં જ રહેતા શખ્સે પાઈપ વડે બેફામ માર માર્યો હતો. પરિણીતાનો મામાનો પુત્ર બચાવવા વચ્ચે પડતા તેના બાઈકમાં પાઇપના ઘા ફટકારી તોડફોડ કરી હતી. જે અંગૅ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે વિંછિયાના ભડલી ગામે રહેતા કાજલબેન વિશાલભાઈ ડાભી (ઉ.વ.૨૨) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગામમાં જ રહેતા સંજય રાઘવ મકવાણાનું નામ આપી જણાવ્યું હતું કે, તે પતિ અને સાસુ-સસરા તથા એક દીકરી સાથે રહે છે પતિ વિશાલને ગામમાં પાનની દુકાન છે.ગઈકાલે સાંજના છ વાગ્યે આસપાસ પરિણીતા ઘરની બહાર ઉભી હતી ત્યારે

સંજય ત્યાંથી નીકળ્યો હતો અને તેને અગાઉ તેણીના પતિ સાથે દુકાને ઉધાર આપવા બાબતે માથાકૂટ થઈ ગઈ જેનો ખાર રાખી ગાળો આપવા લાગ્યો હતો. ગાળો આપવાની ના કહેતા તેની પાસે રહેલ લોખંડના પાઈપના ત્રણ ઘા પરિણીતાને ફટકારી દેતા પરિણીતાએ બુમાબુમ કરી મૂકી હતી. દરમિયાન પરિણીતાનો મામાનો દીકરૉ પ્રકાશ જાદવ અહીંથી નીકળતા તે વચ્ચે પડયો હતો. જેથી સંજય તેને પણ ગાળો આપવા લાગ્યો હતો બાદમાં તેણે પ્રકાશના બાઈકમાં પાઈપના ઘા ફટકારી તોડફોડ કરી હતી.

દરમિયાન પરિણીતાના પતિ

અન્ય લોકો અહીં આવી જતા સંજયને પકડી તેના ઘરે લઈ ગયા હતા. હુમલામાં મહિલાને ઇજા પહોંચી હોય તેને સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બાદમાં તેણે આ અંગે ફરિયાદ નોંધાવી છે.

વધુમાં પરિણીતાએ ફરિયાદમાં બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, સંજય સાથે તેણીના પતિને અગાઉ દુકાને ઉધાર ના પૈસા બાબતે માથાકૂટ થઈ હોય જેનો ખાર રાખી તેને માર માર્યો હતો. તેમજ તેના મામાના પુત્ર પ્રકાશના બાઈકમાં તોડફોડ કરી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી આદરી હતી.