error: This Content is protected !!

વીંછિયાના છાસિયા ગામૅ બાળકનૅ પૅટ ભરાવી સુવડાવવા માટૅ ખાટલૅ ગોદડું પાથરવાનું કહેતા જ પતિનૉ પીતૉ ગયૉ પત્નીને ઓસરીમાં ઢસડી લાકડી વડૅ બેફામ ફટકારી બચકું ભરી લીધું

સસરાએ પુત્રવધુ ને બચાવવાને બદલે પરણીતાના માતા પિતાને બેફામ ગાળો ભાંડી સાસુએ પુત્રવધુ ને મારથી બચાવી પતિ સસરા સામે વિછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય

 

વિંછીયા તાલુકાના છાસિયા ગામે પત્નીએ બાળકને પેટ ભરાવ્યા બાદ ખાટલે સુવડાવવા ગોદડું પાથરવાનું કહેતા જ પતિએ ઉશ્કેરાઈ જઈ નૅ પત્નીને ઢીકાપાટુનો માર મારી, ઓસરીમાં ઢસડી લાકડી વડે ફટકારી, હાથના ભાગે બટકું ભરી લીધું હતું. સસરાએ પુત્રવધુને બચાવવાના બદલે પરિણતાના માતા-પિતાને ગાળો ભાંડી હતી. જે મામલે પરિણીતાએ વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે વિંછીયા તાલુકાના છાસિંયા ગામની પરિણીતા કોમલબેન મહેશભાઈ જોગરાજીયા ઉ.વ. ૨૦ એ વિંછીયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પતિ મહેશ જોગરાજીયા અને સસરા વિનુભાઈ જોગરાજીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગત તા. ૩૦/૧૨/૨૦૨૫ ના રોજ તે તથા તેના પતિ મહેશ બન્ને આખો દિવસ કામ કરી અથાગ મહેનત કરી સાંજના છ વાગ્યે દિવસ આથમતા ઘરે આવ્યા હતા. દિકરાને પેટ ભરાવી સુવડાવા માટે ખાટલામાં ગોદડુ પાથરવા પતિને કહેતા મારા પતિ એકદમ ઉશ્કેરાય જઈ કાંઈ બોલ્યા વગર માર મારવા લાગ્યો હતો. ઢીકાપાટુનો માર મારી ઓસરીમાં ઢસડી ગયેલ અને મકાનમાં રહેલ લાકડાની સોટી વડે હાથ-પગ અને પીઠના ભાગે મારમાર્યો હતો. ત્યારબાદ

પતીએ ડાબા હાથે બટકુ ભરી લઇ સાવરણેથી મોઢાના ભાગે મારમાર્યો હતો.

ત્યારબાદ પતિએ કહેલ કે મારે તું જોતી નથી, તું જંતી રહે. દરમિયાન ત્યાં હાજર સસરા વિનુભાઈ પરિણીતાના માતા-પિતાને ગાળો આપતાં હતા. બાદ પતિએ પણ ગાળો આપી જાનથી. મારવાની ધમકી આપી હતી. દરમિયાન મારા સાસુએ વચ્ચે પડી વધુ મારથી બચાવી હતી. બાદમાં પરિણીતાએ તેના માતવરને વાત કરતા અહીં આવી તેને

સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતાં. બનાવને પગલે પરિણીતાની ફરિયાદ પરથી વિંછીયા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી