error: This Content is protected !!

જસદણ આટકોટ પાસે કારમાંથી ૭૨ બૉટલ દારૂ સાથે વૉરા કોટડાના શખ્સની ધરપકડ રૂ ૩,૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત

જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશનના સ્ટાફે નાકાબંધી દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરી હતી.વહેલી સવારે જસદણ રોડ ટી-પોઇન્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન જસદણ તરફથી આવી રહેલી કાર નં. GJ-03-JC-4541 નૅ રૉકી તપાસવામા આવી હતી.જેમાંથી પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં કુલ 72 બોટલ મળી હતી, જેની કિંમત રૂ. 37,600 થવા જાય છે તેને કબજે કરી હતી. ઉપરાંત આરોપી પાસેથી મોબાઈલ ફોન કિંમત રૂ. 10,000 તથા દારૂની હેરાફેરીમાં વપરાયેલી કાર કિંમત રૂ. ૩ લાખ મળી કુલ રૂ. 3,47,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પોલીસે કાર ચલાવતા ધર્મેન્દ્રસિંહ ભીખુભા પરમાર (ઉ.વ. રહેવાસી-વોરાકોટડા શેડ, ગોંડલ)ની ધરપકડ કરી હતી. આરોપી પાસે દારૂ રાખવા અંગે કોઈ પાસ-પરમિટ કે આધાર ન હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 116(બી) અને 98(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.