error: This Content is protected !!

રાજકોટ આજીડેમ ચોકડી પાસે રહેતાં યુવક પર જસદણના વિરપર ગામની સીમમાં હુમલો પાઇપ અને પથ્થર વડે માર મારી ખૂનની ધમકી આપી

તમે મારી વાડીની તાર ફેન્સીંગ કેમ તોડી પુછતા જ શૅઢા પડોશી શખ્સોનો કમલેશભાઈ સૉહલા ઉપર હુમલો ભાડલા પૉલીસૅ ગુનો નોંધી તપાસ આદરી 

 

 

 રાજકોટમાં આજીડેમ ચોકડી નજીક સત્યમ પાર્કમાં રહેતા ૨૮ વર્ષીય યુવાન કમલેશભાઈ ભનુભાઈ સોહલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જલાભાઇ રેવાભાઈ જોગરાણા રહે. વિરપર, જસદણનું નામ આપી જણાવ્યું હતું કે, આશરે ત્રણ વર્ષ પહેલા તેઓએ વીરપર ગામના જેસાભાઈ જોગરાણા તથા જુગાભાઈ જોગરાણા હાલ મરણ પામેલ છે તૅની પાસેથી ભંડારીયા ગામૅ આવેલ સર્વે નં. ૨૨૭/૮ તથા ૨૨૭/૯ જમીન લીધેલ હતી. એકાદ વર્ષ પહેલા જમીનના દસ્તાવેજો કરાવેલ છે.

તે જમીનનો કબ્જો લીધા બાદ વાડીની ફરતે તાર ફ્રેન્સિંગ કરાવી દીધેલ હતુ: બાદ તા. ૧૪/૦૮ ના તેઓ મોબાઇલમા વાડીએ લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા જોતો હતો ત્યારે પાડોશી જલાભાઇ જોગરાણા વાડી ફરતે કરેલ ફેન્સિંગના વાયર કાપી, થાંભલા પાડી રસ્તો બનાવી લીધાનું જોવા મળ્યું હતું. વધુમાં સોયાબીનના પાકમા નુકશાન થયાનું પણ જોવા મળ્યું હતું. બાદ ગઈ તા. ૧૯ ના રોજ તાર ફેન્સિંગ પાછા બાંધી દીધેલ હતા તા.૨૧ ના તેઓ સવારના વિરપર(ભા) ભંડરીયા નળ વાળા રસ્તેથી વાડીએ જતો હતો. તે દરમ્યાન સામેથી જલા જોગરાણા આવતા હોય જેથી તેને પુછેલ કે, તમે કેમ મારી વાડીએ તાર ફ્રેન્સીંગ તોડી નાખો છો? જેથી તેને એકદમ ઉશ્કેરાઈ કહેલ કે, આ વાડી કયા તારા બાપની છે, તેમ કહી ગાળો આપેલ હતી. તેમજ તેના બાઈકમાં રહેલ લોખંડનો પાઈપ હાથમા લઈ બે ધા ઝીંકી દિધા હતાં. તેઓ ત્યાથી ભાગવા જતા તેણે એક પથ્થર લઇ માથાના ભાગે મારી દેતા તેઓ નીચે પડી ગયેલ હતો. બાદ શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો. ફરીયાદી ફરી ભાગવા જતાં જલાએ કહેલ કે, તુ આજે બચી ગયો, હવે મને બીજી વખત મળીશ તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપેલ હતી.

બનાવને પગલે યુવાને રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ ભાડલા પોલીસ મથકે શેઢા પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.